પડાણા વિસ્તારમાં બી-ડિવિઝન પોલીસની કાર્યવાહી, દારૂ પકડાયો
ગાંધીધામ - કચ્છ ઉદય : શહેરના પડાણા વિસ્તારમાં બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને દારૂ ઝડપી પાડ્યો છે. આ લખાય છે ત્યારે મળતી પ્રાથમિક વિગતો મુજબ પડાણામાં પંચરત્ન માર્કેટ પાછળના વિસ્તારમાંથી બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. અંદાજે પ૦ પેટી જેટલો શરાબ પકડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ લખાય છે ત્યારે પોલીસની કાર્યવાહી ચાલુમાં હોવાથી વધુ વિગતો મળી શકી નથી. મહત્ત્વનું છે કે, જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા જિલ્લામાં દારૂની બદીને નેસ્તનાબુદ કરવા માટે સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત વિવિધ થાણાઓ દ્વારા દારૂ ઝડપીને દારૂબંધીની અમલવારી કરાવાઈ રહી છે.

Comments