Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ફિલ્મી ઢબે ૩૧.ર૦ લાખનો શરાબ પકડાયો 

08 January



રાજવી ફાટક પાસે એલસીબીએ ગાડી રોકાવી પરંતુ ડ્રાઈવરે સ્પીડમાં ગળપાદર જેલ તરફ હંકારતા વાલદાસજી સંકુલ પાસેથી ગાડીને પકડી લેવાઈ : પીકઅપ ડાલુમાં દારૂની ર૪૦૦ બોટલો ભરેલી હતી : માલ પલાંસવાના રણમલ ભરવાડે ભરી આપ્યો હોવાની કેફીયત

ગાંધીધામ - કચ્છ ઉદય : ગાંધીધામમાં એલસીબીએ ફિલ્મી ઢબે ૩૧.ર૯ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, પીકઅપ ડાલુ નં.જીજે૧૩ - એએક્સ - ર૦૬૩ મા ગેરકાયદે દારૂ ભરેલો છે. જેથી ગાડીને પકડવા માટે ટીમ રાજવી ફાટક નજીક ચર્ચ પાસે ગળપાદર જિલ્લા જેલ જવાના રસ્તા પર વોચમાં હતી અને ગાડીને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગળપાદર જિલ્લા જેલ જવાના રસ્તે ગાડી ફુલ સ્પીડમાં વાળી ચલાવતા એલસીબીએ પીછો કર્યો હતો. માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સંતશ્રી વાલદાસજી આધાર સંકુલના ગેટ નજીક સામે રોડ પર પીકઅપ ડાલુને આંતરી પકડી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. પાંચ લાખની ગાડી નં.જીજે૧૩ - એએક્સ - ર૦૬૩ મા દારૂની ર૪૦૦ બોટલ રાખેલી હતી. જેની કિંમત રૂા.૩૧.ર૦ લાખ આંકવામાં આવી છે. આ સાથે બનાસકાંઠાના કાંકરેચના થરા ગામના અને હાલે ગોપાલનગર અંતરજાળમાં રહેતા બકાભાઈ ઉર્ફે બકુલભાઈ સકતાભાઈ ભરવાડને ઝડપી લેવામાં આવ્યો હતો. પુછપરછ કરતા આ દારૂ પલાંસવાના રણમલ ભાલા ભરવાડે ભરી આપ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ એ-ડિવિઝનમાં પોલીસમાં ગુનો દાખલ કરવામં આવ્યો છે. આ કામગીરીમાં પીઆઈ એન.એન. ચૂડાસમા, પીએસઆઈ ડી.જી.પટેલ સહિતના 
જોડાયા હતા. 

 

Comments

COMMENT / REPLY FROM