Trending News
સ્થાનિક સમાચાર

બરંદામાં મેટલનું ખોદકામ કરતા હીટાચી, બે ટ્રેક્ટર, ડમ્પર પકડાયું

08 January




કોઈપણ જાતની મંજૂરી વગર મેટલનું ખોદકામ કરી ગેરકાયદે હેરાફેરી કરતા હતા 

ભુજ - કચ્છ ઉદય : લખપત તાલુકાના નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરંદા ગામે ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે કરવામાં આવેલી તપાસમાં વાહનો પકડાયા હતા. 
આ બાબતે મળતી વિગતો મુજબ ભુજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બરંદા ગામની ઉત્તર બાજુની સીમમાં મેટલનું ખોદકામ ચાલુ હોવાની હકીકત આધારે તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર હીટાચી તેમજ ટાટા આઈવા ડમ્પર નં.જીજે૦પ - એઝેડ - ર૭૯૯, ટ્રેક્ટર નં.જીજે૦૯ - બીજે - ૦૦૭પ, જીજે૧ર - ઈઈ - ૭૩૧પ મળી આવ્યા હતા.
ડમ્પરમાં ૧પ ટન અને ટ્રેક્ટરમાં ત્રણ ટન મેટલ ભરેલી હતી. ચાલકો પાસે મેટલ ખોદકામ બાબતે આધાર-પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. જેથી ખાણ ખનીજના નિયમો પ્રમાણે વાહનો ડિટેઈન કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. 
અત્રે ઉલ્લેખનીય છે કે, અબડાસા અને લખપત વિસ્તારમાં અવાર-નવાર ખનીજ ચોરીની ફરિયાદો સામે આવે છે. 
ભુજથી એલસીબી જઈને ખનીજ ચોરી પકડી પાડે છે ત્યારે સ્થાનિક તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થાય છે. 
ખનીજ ચોરી એક મોટું દુષણ છે જેના કારણે સરકારને નુકસાન થાય છે ત્યારે ખરેખર ખનીજ ચોરી થતી હોય તો તંત્રનું ધ્યાન દોરી જાગૃત્ત નાગરિકની ભૂમિકા અદા કરવી જોઈએ.

Comments

COMMENT / REPLY FROM