પુનડીમાં કાયદેસરની લિઝ સામે ગેરકાયદે બેન્ટોનાઈટનું ખનન
રાત્રિના અંધારામાં મશીન વડે ખનીજ ઉલેચવાની પ્રવૃત્તિ ચાલુમાં હતી ત્યારે જ દરોડો : ૮૦ લાખના મશીન અને ડમ્પરને કબજે કરાયું : ખાણ કામ કરવાના આધાર-પુરાવા ન મળતા વાહનો સિઝ કરાયા
ભુજ - કચ્છ ઉદય : માંડવી તાલુકાના પુનડી વિસ્તારમાં કાયદેસરની લિઝની સામે ગેરકાયદે રીતે બેન્ટોનાઈટ ખનીજ ઉેસેડવાની પ્રવૃત્તિ પકડાઈ છે.
જિલ્લામાં ખનીજ ચોરી પર અંકુશ લાવવા માટે કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પુનડી ગામની દક્ષિણ બાજુએ સીમ વિસ્તારમાં આશાપુરા લિઝની સામે ગેરકાયદે રીતે બેન્ટોનાઈટનું ખનન કરવામાં આવતું હતું. પુનડી ગામમાં રહેતો કુલદીપસિંહ હેમુભા જાડેજા આ ખનીજ ચોરી કરવાતો હતો. સ્થળ પર દરોડો પાડતા એસ્કેવેટર મશીન મારફતે ખનીજ ઉસેડી ડમ્પર નં.જીજે૩૯ - ટીએ - ૩૦૬૦ મા ભરવામા આવતું હતું. ડમ્પરમાંથી ર૦ ટન બેન્ટોનાઈટ મળી આવ્યું હતું. બન્ને વાહનોના ચાલક પાસે આધાર-પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. કોઈ લિઝ કે પરવાનગી પણ મળી આવી ન હતી. જેથી પ૦ લાખનું મશીન, ૩૦ લાખનું ડમ્પર અને ર૦ ટન ખનીજ કિંમત રૂા.૧૬ હજારનો મુદ્દામાલ કબજે કરી વાહન સિઝ કરી ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.

Comments