મુંદરામાં કન્ટેઈનર દારૂ પ્રકરણે માનકુવાના બે પોલીસકર્મીઓનો ભોગ લીધો
નવા આવેલાડીજીપીની લાલઆંખ
પંજાબથી દારૂની માલગાડીઓ ભરી અને મુંદરા પોર્ટ પર રેલવે મારફતે લાવી, બહાર દારૂની ગાડીઓની ગાડીઓ ખાલી થયાના કેસમાં એસએમસીએ દરોડો પાડી અને કરોડોના દારૂના નેટવર્કનો ભાંડાફોડ કરતા સ્થાનિક પોલીસની બેદરકારી ખુલતા ડીજીપીશ્રી રાવએ કર્યો આદેશ
રાજય પોલીસ વડાશ્રીના આદેશથી બે કર્મીઓને સસ્પેન્ડ કરવામા આવ્યા છે : શ્રી વિકાસ સુંડા(પશ્ચીમ કચ્છ એસપી)
એક પીઆઈની બદલી, અન્ય પીએસઆઈ તેમજ કર્મચારીને સસ્પેન્ડ કરાયાની ચર્ચા
ભુજ-કચ્છઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લામાં એસએમસીએ સપાટો બોલાવીને કેરાના કુખ્યાત બુટલેગર અનોપસિંહ, ત્રગડીના યુવરાજસિંહનો કરોડો રૂપિયાનો શરાબ પકડી આ બન્ને બુટલેગરના ધંધા ભાંગી નાખ્યા હતા. ગુજરાતમાં પ્રથમ વખત કન્ટેનર ટ્રેન ભરીને મુંદરા બંદરે આવેલો દારૂ પણ પકડાયો હતો. સ્થાનીક અને જિલ્લા પોલીસને અંધારામાં રાખી ગાંધીનગરથી એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવતા લાંબા સમયથી આ મુદ્દો ચર્ચામાં હતો. જો કે, આ પ્રકરણમાં જે તે સમયે જવાબદાર પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ પર કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્રગડીમાં પ્રથમ રેડ વખતે માંડવી મરીનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે બાદ એસએમસીની ઘણી રેડ પડી પણ કોઈ પગલાં લેવાયા ન હતા. આ વચ્ચે ૧ તારીખથી નવા ઈન્ચાર્જ ડીજીપી કે.એલ.રાવે ચાર્જ સંભાળ્યો અને જુના મામલામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના એક પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં હજુ કેટલા ખાખીધારીઓનો ભોગ લેવાય છે તેની ચર્ચાઓ પોલીસ બેડામાં શરૂ થઈ છે.
આ બાબતે પશ્ચીમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ડીજીપીશ્રીએ માનકુવા પોલીસ મથકના બે કર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ તેઓની કક્ષાએથીજ કરેલો છે. મુંદરામાં કન્ટઈનરમાં દારૂ આવ્યો અને એસએમસીએ રેઈડ કરી તેમાં આ નિર્ણય લેવાયો હોવાનું શ્રી સુંડાએ જણાવ્યુ હતુ.
આ ઉપરાંત તાજેતરમાં મુંદરાના પીઆઈની સુરત ગ્રામ્ય જિલ્લામાં બદલી કરવામાં આવી જો કે તેની પાછળ જાહેર હિતનું કારણ દર્શાવાયું છેે. અલબત સીંગલ ઓર્ડરથી આ બદલી કરવામાં આવી હતી જે ચર્ચાનું કેન્દ્ર બની હતી. હાલ પોલીસબેડામાં સુરત બદલી સારી જગ્યા કહેવાય, પણ પાછળ શું થાય છે તે જોવું રહ્યું.
--------

Comments