Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સાગમટે ૪૦૦ આરોગ્યકર્મીઓની બદલી બાબતે ફેરવિચારણા કરો : પ્રદુમનસિંહ જાડેજા

07 January



અબડાસાના ધારાસભ્યશ્રીએ ઉચ્ચસ્તરે કરી રજુઆત : છેવાડાના સરહદી વિસ્તારના આરોગ્ય માળખાને આડઅસર થાય તે પહેલા વિચારણા કરવી અનિવાર્ય : અબડાસા ધારાસભ્ય

ગાંધીધામ : કચ્છ જેવા અંતરીયાળ અને સરહદી વિસ્તારમાથી એક સાથે ૪૦૦ જેટલા આરોગ્યકર્મીઓની બદલીનો ઘાણવો છુટવા પાછળનું કારણ કોઈને સળરતાથી સમજાય તેમ નથી. આ બાબતે વેળાસર જ ફેરવિચારણા કરવામા આવે અને કચ્છની આરોગ્ય સેવાઓમાં સ્ટાફ અછતના લીધે અસર ન પડે તે માટે જોવા અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિહ જાડેજા દ્વારા રજુઆત કરવામાં આવી છે. સરકારમાં ઉચ્ચસ્તરે તેઓએ કરેલી રજુઆતમાં જણાવ્યા અનુસાર કચ્છ જીલ્લામાં અંદાજે ૪૦૦ જેવા આરોગ્ય કર્મચારીઓની તાજેતરમાં જ ડીડીઓશ્રી દ્વારા બદલી કરવામા આવી છે. શ્રી જાડેજાએ જણાવ્યું છે કે, હાલમાં કચ્છ જીલ્લામાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા આખા જીલ્લામાં અંદાજે ૪૦૦ જેવા આરોગ્ય કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ કરવા માટે કોઇપણ પદાધિકારીઓને બલ વાસમાં લીધા વિના બદો કરવામાં આવી છે, અને બદલી થયેલ કર્મીઓની કોઈ નેક ફરિયાદ કે ચુંટાયેલા જન પ્રતિનીઓની ફરીયાદ ન હોવા છતાં તેમજ કદાચ કોઈ અનિયમિત હોય તો તે ૫-૨૫ જેટલાં કર્મચારીઓ હોય તેના બદલે ૪૦૦ જેવા કર્મચારીઓની બદલી કરવી તે
વ્યાજબી નથી.આમ, અંદાજે ૪૦૦ જેવા આરોગ્ય કર્મચારીઓની થયેલ બદલીઓ બાબતે તાત્કાલિક તપાસ કરીને કર્મચારીઓને યોગ્ય ન્યાય આપવા પ્રદુમનસિંહ જાડેજાએ રજુઆત કરી છે.

 

Comments

COMMENT / REPLY FROM