Trending News
સ્થાનિક સમાચાર

ખનીજચોરી મુદ્દે ચોટીલા પ્રાંત અધિકારી જેવું કડક વલણ કચ્છમાં ક્યારે ?

07 January


ખનીજ ચોરી પકડાય તે ગામના સરપંચ-તલાટીને સસ્પેન્ડ કરવાની ઉઠી માંગ

વાગડથી લઈ અને અબડાસા સુધીમાં કચ્છમાં ટાસ્ક ફોર્સની કાર્યવાહી છતાં ‘મોટા માથાઓ અડગ રહેતા હોવાના ફેલાય છે મત

જે પણ ગામની સીમમાં કે હદમાં કરોડોની ખનીજચોરી ખનીજવીભાગ, પોલીસતંત્ર, ફલાઈંગ સ્કવોર્ડ અથવા તો પછી ટાસ્કફોર્સ પકડે છે તે વિસ્તારના મહેસુલી લાપરવાહો, સરપંચ અથવા તલાટી સામે કેમ ધાક બેસાડતી કાર્યવાહી થવા નથી પામતી?


સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારીમાંથી કચ્છના પ્રાંત અધિકારીઓએ બોધપાઠ લેવા જોઈએ : ખનીજચોરી મુદ્દે તલાટી-સરપંચો સાથે યોજી બેઠક, ખનીજચોરી બાબતે આ બધાયથી મંગાયો રીપોર્ટ અને જો તે બાદ એજન્સી સફળ રેઈડ કરશે તો તલાટી-સરપંચ સામે પણ પગલા લેવાની સુરેન્દ્રનગર પ્રાંતે ઉચ્ચારી હતી ચીમકી : આ જ પહેલ કચ્છમાં પણ થવી જ ઘટે : લખપત-અબડાસાથી લઈ અને વાગડ સુધી અ..ધ...ધ કરોડની થઈ રહી છે બિનધાસ્ત ખનીજચોરી

ગાંધીધામ : કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી પર અંકુશ લાવવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી જિલ્લામાં ઠેકઠેકાણે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને રેતી સહિતની ખનીજ ચોરીના અનેક બનાવો ઝડપાઈ રહ્યા છે. ટાસ્ક ફોર્સ દ્વારા કરોડો રૂપિયાના વાહનો અને સાધનો જપ્ત કરવામાં આવ્યા હોવા છતાં ખનીજ ચોરી સંપૂર્ણપણે અટકી નથી હોવાની સ્થિતી સૌની સામે છે.સ્થાનિક વર્તુળોમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે ખાણખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા મોટા માથાઓને બાજુ પર રાખીને માત્ર એકાદ બે નાના ગાડીઓ કે કામદારોને પકડી ‘દેખાવ પૂરતી’ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરિણામે કેટલાક ચોક્કસ ગામોમાં રેતી સહિતની ખનીજ ચોરી બેફામ ચાલી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.તાજેતરમાં ચોટીલા પ્રાંત અધિકારીએ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ અને સરપંચો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જે ગામોમાં ખનીજ ચોરી ચાલતી હોય તે અંગે સ્પષ્ટ રિપોર્ટ રજૂ કરવા અને તંત્રને તરત જાણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ખનીજ ચોરી પકડાય તો જવાબદાર તલાટી અને સરપંચ સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આવી જ કડક કામગીરી કચ્છમાં કેમ નથી થતી તેવો સવાલ હવે ઊભો થયો છે.જિલ્લામાં એવી મજબૂત માંગ ઉઠી રહી છે કે જો કોઈ ગામમાં ખનીજ ચોરી પકડાય તો માત્ર ડ્રાઈવર કે મજૂરો નહીં, પરંતુ તે ગામના સરપંચ અને તલાટી સામે પણ સસ્પેન્શન સહિતની કડક કાર્યવાહી કરવી જોઈએ. ત્યારે જ ખનીજ ચોરી પર વાસ્તવિક અંકુશ આવશે એવી જનભાવના વ્યક્ત થઈ રહી છે. અહી તર્ક સાથે લોકો કહી રહ્યા છે કે ખનીજચોરી કરવી તે કોઈ ગણતરીની મીનીટોનું કામ નથી. તેના માટે જેસીબી-હિટાચી જેવા મોટા મોટા મશીનો ચલાવવા પડતા હોય છે, ચોરી કરેલા ખનીજના પરીવહન માટે ટ્રાન્સપોર્ટ કરવા ડમ્પરો સહિતના વાહનોે જોઈએ, અને આ બધુ જ કલાકોના ધમધમાટ સાથે આચરવામા આવતુ હોય છે, તેમ છતા પણ સ્થાનિકે તલાટી અને સરપંચ આ પ્રકારની આયોજનબદ્ધ રીતે ચાલતી ખનીજચોરીથી અજાણ હોય તે માની શકાય નહી. જયા સુધી સ્થાનિકે આવા તલાટી-સરપંચો જે ક્ષેત્રોમાં ખનીજચોરે પકડાયા છે તેમની સામે દંડનાત્મક તથા સરકારને થયેલી રોયલ્ટી ચોરીની રકમોની પેનલસ્ટી સાથે વસુલાત કરવી તથા ભ્રષ્ટ તત્વોની સામે પણ હકાલપટી કરી દેવાની લાલઆંખ નહીં થાય ત્યા સુધી ખનીજચોરોને સદંતર બંધ કરવી કપરી જબની રહેશે.

Comments

COMMENT / REPLY FROM