Trending News
સ્થાનિક સમાચાર

- તો ભચાઉ પટ્ટામાં તીર્થ પ્લાયના યુરીયા ખાતરના  મોટા કાળા કારોબારનો થશે પર્દાફાશ

07 January

પૂર્વ કચ્છ એલસીબી મોડવદરમાં ત્રાટકે : માલિક ભાવેશને દબોચી કડક પુછાણા લે


આધારા-પુરાવા વિનાના ખેતીવાડી વપરાશના એટલે કે સબસીડીયુકત યુરીયા ખાતરનો જથ્થો ઝડપાયેલા શખ્સો પાસે આવ્યો જ કયાંથી? કઈ રીતે અ જથ્થો તેઓ લાવી રહ્યા હતા? તીર્થ પ્લાયમાં અગાઉ કેટલી વખત આ રીતે કાળાબજારી યુકત યુરીયા ખાતરનો જથ્થો ઠલવાયો?

ખાટલે મોટી ખોટ : એલસીબીએ જાગૃતીપૂર્વક આ પ્રકરણનો પડદો ઉચકયો, તો ખેતીવાડી વિભાગ કે જેની પ્રાથમિક ફરજ બની રહી છે તેના સુપરવાઇજર શું કરી રહ્યા છે? કેમ તેઓ કુંભકર્ણિનિંદ્રામાં ઘોરી રહ્યા હતા?  એલસીબીને આવા કારનામાઓ પકડવા ઉતરવું પડે છે તો સ્થાનિક ભચાઉ પોલીસ શું અગરબત્તી કરવા છે? ભચાઉ પોલીસને સરકારી ખાતરની કાળા બજારીના નેટવર્કની કેમ ગંધ નથી આવતી?



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એશીયાની સૌથી મોટી પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝ ધમધમી રહી છે. આ ઈન્ડસ્ટ્રીઝ છાશવારે સરકારી સબસીડીવાળા યુરીયા ખાતરના કાળા બજાર તથા ગેરવપરાશને લઈને ચર્ચામાં આવી જ રહેતી હોય છે. સરકાર દ્વારા ખેડુતો માટે આપવામાં આવતા સબસીડાઈઝ યુરીયા ખાતરનો વપરાશ અમુક પ્લાયવાળા મોટાપાયે કરી રહ્યા હોવાની ચાડી ખાતી ઘટનાઓ સમયાંતરે રેકર્ડ પર આવી રહી છે. 
દરમ્યાન જ પૂર્વ કચ્છ એલસીબીએ તાજેતરમાં જ ભચાઉ વિસ્તારમાં આવેલી તીર્થ પ્લાયવુડ ફેકટરીમાં-કંપનીમાં સરકારી આધાર પુરાવા વિનાનો શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો જતો હોવાની સ્થિતીએ પકડી પાડયો છે. તેમાં ગાડીનો ડ્રાયવર તથા આ કંપનીનો પ્લાન્ટ એાપરેટર પણ મુદામાલ સાથે પકડી પાડવામા આવ્યા છે જયારે કંપનીના માલીક ભાવેશ મહેતા સહિત ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે અને તેમને પકડવાના બાકી દર્શાવાઈ રહ્યા છે. 
આ સમયે જાણકારો કહી રહ્યા છે કે,  પૂર્વ કચ્છ એલસીબી, તપાસનીશ એજન્સી મોડવદરમાં ત્રાટકશે તો તીર્થ પ્લાયવાળાનો મોટો યુરીયા ખાતરની ચોરીનો અડ્ડો હાથમાં આવવા પામી જશે. એટલુ માત્ર જ નહી પરંતુ આ કંપનીનો ફરાર થઈ ગયેલ માલિક ભાવેશ મહેતાને પણ દબોચી અને તેના કડક રાહે પુછાણા લેવાની જરૂર છે તો ભચાઉ પટ્ટામાં તીર્થ પ્લાયના યુરીયા ખાતરના મોટા કાળા કારોબારનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે. કહેવાય છે કે, આ તીર્થ પ્લાય થોડા સમય પહેલા જ દિલ્હીથી ત્રાટકેલી એજન્સીના પણ રડારમાં આવી જવા પામ્યો હતો. દિલ્હી ખેતીવાડી વિભાગની ટુકડીના દરોડા બાદ તો તીર્થ પ્લાય દ્વારા તેમના પ્લાયની કંપની બંધ કરી દીધી હોવાનુ મનાય છે તો પછી આટલો બધો યુરીયા તે કાળા બજારી કરતો કોના માટે હતો? જો આ દીશામાં કડક તપાસ હાથ ધરવામા આવશે તો તીર્થ પ્લાય જેવા અન્ય કેટલા? તે સહિત આખાય નેટવર્કનો મોટો ખુલાસો થવાપામી શકે તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે, આ કેસમાં વાહન ચાલક અને કંપનીનો પલાન્ટ ઓપરેટર પકડાઈ ગયો છે, તેમના પણ હાલના સમયે કડક રીમાન્ડ મેળવાશે તો બાકી આરોપીઓ પકડાઈ જશે તથા યુરીયા કયાથી લવાયો? કેટલી વખત લવાયો? કોને અપાતો હતો? કયા સંગ્રહ કરવામા આવતો હતો? સહિતના અનેકવીધ પ્રશ્ન્નેના ઉત્તર મળવા પામી શકે છે. આ બાબતે તીર્થ પ્લાયવાળા ભાવેશભાઈ મહેતાની સાથે વાતચીત કરવાનો પ્રયાસ તેમનો ફોન બંધ આવતા વિફળ નીવડયો હતો.


............................


ખેડુતોને ઠેંગો- પ્રકાશ-ભાવેશ જેવા
 કાળા બજારીયાઓને લીલાલહેર.!


ગાંધીધામ : કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને સસ્તા ભાવે ખાતર આપવા યુરીયા સબસીડીયુકત આપવામા આવે છે. આ ખાતર મેળવવા માટે ખેડુતો ટાઢ-તડકો કે વરસાદ જોયા વિના કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા હોય છે છતા પણ તેઓને ખાતરની અછત છે તેમ કહી અને વિલા મોઢે અને ખાલી હાથે પાછા વળાવી દેવામા આવતા હોય છે. ત્યારે સવાલ થાય છે કે ખાતરની જો ખરેખર અછત છે તો પછી પ્રકાશ અને આ ભાવેશ જેવા કાળા બજારી કરનારાઓ પાસે સબસીડીવાળુ સરકારી યુરીયા ખાતર આવે છે કેવી રીતે? ખેડુતોને ઠેંગો અને કાળા બજારીયાઓને ખાતર મામલે લીલાલહેર જ થવા પામી રહી છે ને?


...................

તીર્થ પ્લાયવાળો ભાવેશ યુરીયા 
કોને-કોને કરતો હતો સપ્લાય?


ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીએ તીર્થ પ્લાયમાં જઈ રહેલા ચોરાઉ યુરીયા ખાતરનો જથ્થો પકડયો છે ત્યારે હવે સવાલો થાય છે કે, તીર્થ પ્લાયના પોતાના પ્લાન્ટ છે? રેજિન બનાવે છે તેમાં આ યુરીયા ખાતરનો ઉપયોગ કરતો હતો કે પછી અન્યોને વેંચતો હતો? જો આ ખાતર તીર્થપ્લાયવાળાએ વેંચયો છે તો કોને કોને વેંચ્યો છે? ચોરાઉ યુરીયા ખાતર ખરીદનારા કોણ છે? તેના પણ નામો સમો આવવા જોઈએ. 


................

તીર્થ પ્લાય પર અગાઉ પણ યુરીયા ખાતરની
કાળાબજારી મામલે પડયા છે મોટા દરોડા.!


ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છ એલસીબીની ટુકડીઅ ત્રાટકી અને જે તીર્થ પ્લાયમાંથી યુરીયા ખાતરનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડયો છે તે તીર્થ પ્લાય પર અગાઉ પણ બહારની એજન્સીઓએ યુરીયા ખાતરના કિસ્સામાં દરોડા પાડી ગઈ હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. કહેવાય છે કે, થોડા સમય પહેલા જ દિલ્હીની એગ્રીકલ્ચર વિભાગની ટીમનો મોટો રસાલો અહી ત્રાટકયો હતો, અને તે વખતે પણ આ તીર્થ પ્લાયમાંથી સબસીડીવાળા યુરીયા ખાતરનો જથ્થાથે પકડાયો હતો આ પહેલા પણ વિજિલન્સની ટુકડી અહી ત્રાટકી ચુકી હોવાનુ મનાઈ રહ્યુ છે. તીર્થ પ્લાય પર એલસીબીએ પાડેલો દરોડો કોઈ પહેલો વહેલો નથી, અગાઉ પણ યુરીયા ખાતરની કાળા બજારીમાં તે ચકચારી રહી જ ચુકયા હોવાના પ્રમાણો સંકુલમાં ચર્ચાઈ રહ્યા છે. 

....................

ભાવેશના રેઝિન પ્લાન્ટના પ્રોડકશનની
કરો ચકાસણી? યુરિયાની ધૂમ કરે છે ચોરી?



ગાંધીધામ : તીર્થ પ્લાયનામાલિક ભાવેશ દબેચાઈ જાય એટલે તેના પ્લાન્ટની ચકાસણીઓ કરવી જોઈએ. કેટલા પ્રમાણમાં રેજિન તેણું બનાવ્યુ છે અને તે માટેના ગ્લુ માટે યુરીયા ખાતરની કેટલા પ્રમાણમાં કાળા બજારી કરવામા આવી છે? તે સહિતની વિગતો તપાસનીશ એજન્સીએ અંકે કરવી જોઈએ. 


 

Comments

COMMENT / REPLY FROM