Trending News
સ્થાનિક સમાચાર

માધાપરમાં સ્વ. નરેશભાઈ મહેશ્વરી સ્મૃતિકપનો પ્રારંભ

06 January


સમાજની સોથી મોટી ટુર્નામેન્ટમાં કચ્છના તમામ વિસ્તારના ખેલાડીઓએ ભાગ લીધો

ભુજ - કચ્છઉદય : સમસ્ત મહેશ્વરી દલિત સમાજના આગેવાન જેમણે સામાજિક, રાજકીય, શૈક્ષણીક, વિવિધ ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃતિઓમાં સારી એવી નામના મેળવી એવા સ્વ.નરેશભાઈ નારાણભાઈ મહેશ્વરીની યાદમાં તેમજ રમત-ગમત ક્ષેત્રે અને એકતા, અખંડિતતા સાથે ખેલાડીઓને વધુ પ્રોત્સાહન મળે તે હેતુ સ્મૃતિકપ-૩નું આયોજન માધાપર ખાતે દિલીપ મહેશ્વરી તથા દિપક મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યુું હતું.
સ્વ.નરેશભાઈ નારાણભાઈ મહેશ્વરીને શ્રદ્ધાસુમન કરી દિપપ્રાગય કર્યા બાદ ટોસ ઉછાળી સ્મૃતિકપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટના પ્રારંભે સંચાલન વાલજી મહેશ્વરીએ કર્યો હતો. માધાપર રેલ્વે ખાતે સમાજની સૌથી મોટી ટુર્નામેન્ટના પ્રારંભ અવસરે પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રમુખ નરેશ મહેશ્વરી, નિતેશ લાલન, દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી, લાલજીભાઈ માંતગ, અમૃતલાલ મહેશ્વરી, રાજુભાઈ દાફડા, ચંદ્રકાંતભાઈ ગોરડીયા, પ્રકાશ ડગરા, સામત મહેશ્વરી, કાનજીભાઈ ધુવા, શીવજીભાઈ મંગરીયા, યોગેશ પોકાર, મહાદેવા આહીર, ધીરજ ગરવા, ધનજીભાઈ મહેશ્વરી, રાજેશભાઈ જોષી, દાદુભા ચૌહાણ, સંજય કેનિયા, શાંતિલાલ માંગલીયા, સુરેશ મહેશ્વરી, કાનજી મહેશ્વરી, સચિન જાડેજા, શકિતસિંહ જાડેજા, નિતેશ બડગા, નારાણભાઈ આયડી, જયેશ આહિર, ઈકબાલભાઈ જત, નાનજી વણકર, કાંતિલાલ મહેશ્વરી, લક્ષ્મણ મહેશ્વરી, મંગલ મહેશ્વરી, કાનજી વિંઝોડા, કાનજી દેવરીયા, બુધ્ધાભાઈ આયડી, ગોવરધનભાઈ વિગેરે ગામના ખેલાડીઓ, રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વ્યવસ્થા એન.એન. ગ્રુપના વિનોદ મહેશ્વરી, કિશન આયડી, કિરણ સોમૈયા, આમદ મોગલ, મોહન માંતગ, રાહુલ સોંલકી, રાજકુમાર, વિનોદ આયડી, ઈલીયાસ સમા, વિમલ મહેશ્વરી, હરેશ મહેશ્વરી, રાજ આયડી, સન્ની મહેશ્વરી, દિનેશ રોશિયા, વિશાલ આયડી, અજય ફુલીયા, પપ્પુ જંજક, નરેશ જોગલ, વિપુલ બોખાણી, વિશાલ મહેશ્વરી, કાનજી મેરીયા, વિગેરેએ સંભાળીહતી. 
----

Comments

COMMENT / REPLY FROM