Trending News
સ્થાનિક સમાચાર

ઉત્તરાયણ પર્વે સાવચેતી અને સલામતી અંગે પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરી દ્વારા અપાયું માર્ગદર્શન

06 January


ભુજ - કચ્છઉદય : પીજીવીસીએલ ભુજ દ્વારા જનતાના હિત માટે આગામી પતંગ મહોત્સવ નિમિતે સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલા લેવા જણાવાયું છે, જેમાં જણાવાયા અનુસાર  પતંગ મહોત્સવ દરમિયાન ખુલ્લા વીજળીના તારને ન અડવા, તાર પર ચડેલ પતંગ લેવા લંગર ન નાખવા, વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે તેથી ઘરની આજુબાજુ કે કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડ સળિયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાના પ્રયાસ ન કરવા, ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાવવા કારણકે ધાતુના તારથી વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે. મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજવાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવા, કેમકે તેનાથી પાવરની જાહેર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે, જેના લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે. વીજળીના તૂટેલા તારથી દૂર રહેવા, નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલની સંલગ્ન પેટા વિભાગીય કચેરી પર રૂબરૂ અથવા ટેલીફોનીક તુરંત જ કરવા, પતંગ ઉડાવતી વખતે બાળકોને વીજ તારથી દુર રાખવા તથા વીજ તારના સંપર્કમાં ન આવે તે બાબત કાળજી રાખવા ઉપરાંત વીજ અંગેની કોઈપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૫ ૧૫૫ ૩૩૩ અથવા ૧૯૧૨૨ ઉપર ફોન કરવા જણાવાયું છે.
-----

Comments

COMMENT / REPLY FROM