ભુજ આરટીઓ દ્વારા ગોલ્ડન- સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે
ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ - કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો, થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, સ્પેશિયલ વ્હીકલ - કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૧૫/૧ના સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૧ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તા.૧૭/૧ના સાંજે ૪ કલાક સુધી તથા ઇ-ઓકશન તા.૧૯/૧ના સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે.
-----

Comments