Trending News
સ્થાનિક સમાચાર

શિક્ષક ઘટ્ટ વચ્ચે નિરોણાની પ્રાથમિક શાળાઓને ગ્રામજનોએ આપ્યો આર્થિક સહકાર 

06 January


માનદ્‌ શિક્ષકોના મહેનતાણાં ચૂકવી શૈક્ષણિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું

નિરોણા-કચ્છઉદય : નિરોણા ગામની પ્રાથમિક કુમારશાળા તથા નિરોણા પ્રાથમિક કન્યાશાળા ખાતે ગત શૈક્ષણિક સત્ર દરમિયાન શિક્ષકોની ગંભીર ઘટ સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન થાય તે હેતુસર ગામમાંથી માનદ શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓગષ્ટ ૨૦૨૫ થી ૧૫ ઑક્ટોબર, ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન આ માનદ શિક્ષકોને ચૂકવાયેલા મહેનતાણાં માટે ગામના દાનવીર ભાઈઓ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. શાળા પરિવાર તરફથી સહયોગ આપનાર વિનોદભાઈ એમ. ભાનુશાલી રૂા.૩૫,૦૦૦, વહાબભાઈ ખત્રી રૂા.૧૭, ૫૦૦, કનૈયાભાઈ જે. ભાનુશાલી રૂા. ૧૭, ૫૦૦, નરોતમભાઈ આહીર (સરપંચ) રૂ. ૭,૦૦૦, હિતેશભાઈ જે. ભાનુશાલી રૂા. ૭,૦૦૦નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે કૃપાબેન ભાનુશાલી દ્વારા કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના, વિના મહેનતાણે નિઃસ્વાર્થ ભાવે આપેલી શૈક્ષણિક સેવાને શાળા પરિવારે વિશેષ પ્રશંસા સાથે આભાર માન્યો હતો. 
નિરોણા ગામના શિક્ષણ પ્રેમી નાગરિકોના આ સહયોગથી શાળાઓમાં શિક્ષણ કાર્ય નિયમિત રહી શક્યું છે, જે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેની સામૂહિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતુ. 
--------

Comments

COMMENT / REPLY FROM