Trending News
સ્થાનિક સમાચાર

ઓડીવાંઢ પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ 

06 January



દયાપર -કચ્છઉદય : ઓડીવાંઢ પ્રા.શાળાના મુખ્ય શિક્ષક સંગીતાબેન વાળાએ પર્યાવરણ જાગૃતિ અને ક્યારેય નાશના પામતા પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા માટેની એક ઝુંબેશ ચાલુ કરી છે.
પર્યાવરણ જાગૃતિ  અને ક્યારેય નાશના પામતા પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા માટેની એક ઝુંબેશ ઓડીવાંઢ પ્રાથમિક શાળામાં ચાલુ કરી છે સાથે સાથે અમે અમારા ગામને પણ પ્લાસ્ટીક મુક્ત કરીશું આ અમારો સંકલ્પ છે. પ્લાસ્ટીક જે વૈશ્વિક મુદ્દો છે જેને આપણે આપણા દેશમાં અભિયાન સ્વરૂપે લોકોના જીવનમાં મુકવાનો છે. સૌથી અસરકાર રીતે શાળામાં ભણતા બાળકોમાં આ ગુણ વિકસાવવાનો છે. અત્યારે આપણે ઘરે કોઈ વેફર કે ચેવડો બનાવીએ તે અમુક સમયે ખાવા લાયક રહેતો નથી પણ પેકિંગ થયેલ ચવાણું ચોકલેટ જે લાંબા સમય સુધી ખાવાના ઉપયોગમાં લેવાય છે. આપણે સ્વદેશી અપનાવીએ અને સાથે સાથે ગામથી લઈ અને દેશને પ્લાસ્ટીક મુક્ત બનાવવામાં સહયોગ આપીએ. ઉપરાંત અમુક સમય પહેલા સરકારે નુકસાનકારક પ્લાસ્ટીકના ચા પીવાના કપ પર પ્રતિબંધ લગાવી દીધું છે. જે માટે આપણે ગામ અને સમાજમાં એક અભિયાન દ્વારા સંદેશ આપવાનો છે અને આપણી શાળામાં તેનો ઉપયોગ ટાળવાનો છે. 
---------

Comments

COMMENT / REPLY FROM