ગુજરાતના યુવાધનને બરબાદ કરતા નશાના દૂષણ સામે કચ્છ જિલ્લા એનએસયુઆઈએ છેડ્યો જંગ
ભુજ - કચ્છઉદય : સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા "એનએસયુઆઈનો સંકલ્પ ડ્રગ્સ મૂક્ત કેમ્પસ " નામના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં સમગ્ર ગુજરાતની કોલેજોના કેમ્પસમાં એનએસયુઆઈની ટીમ જઈ રહી છે અને ડ્રગ્સની વિરૂદ્ધમાં મુહિમ ચલાવી રહી છે અને ડ્રગ્સ મુકત કેમ્પસના શપથ લેવડાવી રહ્યા છે, જેના અનુસંધાને આ યાત્રા આર. આર. લાલન કોલેજ ભુજ ખાતે આવી પહોંચી હતી. કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા કે હું ગુજરાતના એક જાગૃત અને જવાબદાર યુવાન તરીકે શપથ લઉ છું કે, હું પોતે ડ્રગ્સ તથા અન્ય તમામ નશીલા પદાર્થોથી દૂર રહીશ તેમજ મારા પરિવાર તથા મારા મિત્રો પણ ડ્રગ્સથી દૂર રહે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ અને મારા કેમ્પસને ડ્રગ્સ મુક્ત કેમ્પસ બનાવવા પ્રયત્ન કરતો રહીશ. વિદ્યાર્થીઓના લોહીમાં શિક્ષણ અને સંસ્કાર હોવા જોઈએ, નશો નહીં. આ ડ્રગ્સ મુક્ત કેમ્પસના અભિયાનમાં કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, સંદીપ જાટ, દિગ્વિજયસિંહ સોઢા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્તિથ રહ્યા હતા.
--------

Comments