Trending News
સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓએ ખેલ-મહાકુંભમાં અન્ડર-૧૭ રગ્બીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો

06 January



ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત રગ્બી રમતનું ગાંધીનગર ખાતે કરાયું હતું, જેમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની અન્ડર-૧૭ની વિદ્યાર્થિનીઓ સમગ્ર રાજ્યમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી પ્રથમ સ્થાને વિજેતા થઈ કચ્છ, સમાજ અને શાળાને ગૌરવ અપાવ્યું છે.
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનો, મંદિરના ટ્રસ્ટી મંડળ, સંસ્થાનાં પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પીંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીંડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ  પાઠવવામાં આવી છે.
-----

Comments

COMMENT / REPLY FROM