ભીમાસર-કુકમા રોડના નિર્માણમાં જી.આર. ઇન્ફ્રાની ‘લીંપાપોત્તી’ઃ કરોડોનો ધુમાડો છતાં રોડની હાલત બિસ્માર !
નેશનલ હાઈવે ઓથોરીટીના સ્થાનિકનાઓની ગુનાહિત બેદરકારી?
૧૨૦૦ કરોડ ના માતબર ખર્ચે બનેલા માર્ગની ગુણવત્તા સામે ફરી ઉઠ્યા ગંભીર સવાલા ેઃ ભ્રષ્ટાચારની ગંધ કે બેદરકારીની પરાકાષ્ઠા?
ભીમાસર-કુકમા રોડમાં ઠેકેદારની જવાબદારી આગામી ૧પ વર્ષ સુધીની છે, અમે ક્રોસ ચકાસણીઓ કરતા જ રહીએ છીએ, વાહનોના વોબલીંગની સમસ્યા બાબતે જોવડાવી જરૂર જણાશે તો આખાય રોડ પર ઓવરલેપીંગ કોન્ટ્રાકટરથી કરાવીશું, કામની ગુણવત્તા સાથે બાંધછોડ નહી ચલાવી લેવાય : શ્રી સ્વામી (પીડીઓ, એનએચએઆઈ, ગાંધીધામ-કચ્છ)
ખાટલે મોટી ખોટ : શું તંત્ર આ ગંભીર બેદરકારી સામે જી.આર. ઇન્ફ્રા પર દંડાત્મક કાર્યવાહી કરશે? કે પછી જનતાના જીવ જોખમમાં મૂકાતા રહેશે? નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓની આંખે પાટ્ટા બંધાયેલા છે કે પછી અંધાપો આવી ગયો છે? કરોડોના ખર્ચે નિર્માણ પામેલ રોડની અવદશા નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓને કેમ દેખાતી નથી?
આ રોડ કચ્છને માટે નવુ નજરાણું છે અને તેને બધા માનથી જુએ છે પણ આ ઠેકેદાર તો આપણને ઠગી જ નાખ્યા છે, આ રોડ નિર્માણ માટે ઠેકેદારને એનઓસી તો મળવી જ ન જોઈએ, જયા સુધી સંતોષકારક રસ્તો ન બને ત્યા સુધી તો એનઓસી અપાય જ નહી
ભુજઃ કચ્છના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સમાન ભીમાસર-કુકમા રોડના નિર્માણમાં જી.આર. ઇન્ફ્રા કંપનીની કાર્યપદ્ધતિ હવે વિવાદોના વમળમાં ફસાઈ છે. શરૂઆતથી જ વિવાદોનો પર્યાય બનેલી આ કંપનીએ ‘ધક્કે પચ્ચે દોઢસો’ જેવી નીતિ અપનાવી રોડ પૂર્ણ કર્યાનો દાવો તો કરી દીધો છે, પરંતુ હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે.કચ્છને વીશ્વ પ્રવાસનનું હબ બનાવવાની દીશામાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદરેલી જહેમત ફળી રહી છે. ધોળાવીરા, ધોરડો, સ્મૃતીવન સહિતનાઓને વિશ્વની નવી ઓળખ પ્રસ્થાપિત કરાવી દીધી છે. ત્યારે અહી પ્રવાસીઓ મોટી માત્રામાં દેશભરમાથી આવી રહ્યા છે. પરંતુ અહી ખરાબ રોડરસ્તા સહિતની સ્થિતીને જોઈને સૌ કોઈ ક્ષેાભજનક અવસ્થામા મુકાઈ રહ્યા છે. અંજારના ભીમાસર-વરસાણાથી લઈ અને ભુજ સમીપે કુકમા સુધી બની રહેલા ફોર લેન રોડના કામોમાં પણ આ જ ગંભીર બેદરકારીઓ સામે આવવા પામી રહી છે. આ રોડ ૧ર૦૦ કરોડના ખર્ચે બનવા પામી રહ્યો છે, નેશનલ હાઈવે ઓથોરીટી સહિતનાઓ દ્વારા આ રોડ પૂર્ણ થઈ જવા પામ્યો હોવાના એકતરફ દાવાઓ કરવામાં આવી રહ્યા છે જયારે કે બીજીતરફ આ પૂર્ણ થયેલા રોડ પર ચાલતા વાહનો ખુબજ વોબલીંગ કરતા હોવાની એક સર્વસામાન્ય ફરીયાદ ઉઠી રહી છે. એટલ કે રોડની સરફેસ બરાબર નથી રખાઈ, કામની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા થાય છે અને જો વાહનો આમ જ વોબલીગ કરતા રહેશે તો ગમે તે ઘડીએ અહી મોટા અકસ્માતોની વણજાર પણ સર્જાઈ શકે છે. કરોડોના ધુમાડા છતા રોડની હાલત બિસ્માર અને કેાઈ જ બોલતું નથી? શું કચ્છીજનોની સહનશકિતની કેસાટી થવા પામી રહી છે કે કેમ? બીજીતરફ આ બાબતે નેશનલ હાઈવે ઓથોરીટીના પીડીઓ શ્રી સ્વામીન સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, એ રોડ રસ્તાનું કામમાં કયાંય કચાશ નહી રાખવામાં આવે, વોબલીંગ વાહનો થતા હોવાની સમસ્યા થતી હશે તો
ઠેકેદાર પાસેથી ચોકકસથી એ મામલે જરૂર જણાશે તો ઓવરલોપીંગ સહિતની કાર્યવાહી કરવામા આવશે. રોડની ગુણવત્તા સાથે કોઈ જ બાંધછોડ નહી ચલાવી લેવાય. સરપ્રાઇજ ચેકીંગ થાય છે અને જયા જરૂર છે ત્યાં કામગીરી દુરસ્ત કરાવી રહયા છીએ, ઠેકેદારની આ રોડ બાબતે ૧પ વર્ષ સુધી જાળવણીની જવાબદારી બની રહી છે, એટલે કામ કર્યા બાદ પણ જરૂર રહેશે તો આ જ ઠેકેદારથી મરંમતનું કામ કરાવામા આવશે તેવી ખાત્રી તેઓશ્રીએ ઉચ્ચારી હતી.
..........................
વોબલિંગની સમસ્યા : અકસ્માતને ખુલ્લું આમંત્રણ
ગાંધીધામ : વાહનચાલકોની સૌથી મોટી ફરિયાદ રોડની ‘સરફેસ‘ અંગે છે. રોડ પર વાહન ચલાવતી વખતે ‘વોબલિંગ‘ (વાહન ડોલવું) થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જો ટેકનિકલ ખામી દૂર કરવામાં નહીં આવે, તો આ રોડ પર ગમે ત્યારે જીવલેણ અકસ્માતો સર્જાઈ શકે છે. નબળી સરફેસ એટલે કે રોડની સપાટી સમતલ ન હોવાથી વાહનો સ્થિર ચાલતા નથી. આ ઉપરાંત નવો બનેલો રોડ વારંવાર થીગડાં મારીને ચલાવવામાં આવી રહ્યો છે. એક બાજુનો રસ્તો સતત આડેધડ બંધ જ રાખવામાં આવતો હોય છે. પેચીંગ જ ચાલતુ રહે છે. નિયમ મુજબની સલામતીના સાધનોનો અભાવ પણ લોકોની સુરક્ષા માટે સવાલરૂપ જ બની રહ્યો છે.
’
.....................
જી.આર. ઇન્ફ્રા અને જવાબદાર તંત્રને સવાલઃ જનતાના ૧૨૦૦ કરોડ ક્યાં ગયા?
• ગુણવત્તા પર સવાલ : ૧૨૦૦ કરોડ જેવી માતબર રકમ ખર્ચાયા હોવા છતાં, રોડ પૂર્ણ થતાની સાથે જ ઠેર-ઠેર ગાબડાં કેમ પડવા માંડ્યા? શું આ સરકારી નાણાંની ખુલ્લેઆમ ‘લીપાપોત્તી’ નથી?
• વોબલિંગની ગંભીર ખામી : રોડની સરફેસ એટલી નબળી કેમ છે કે વાહનો સ્થિર ચાલવાને બદલે ‘વોબલિંગ‘ (ડોલવા) લાગે છે? શું એન્જિનિયરોએ લેવલિંગ ચેક કર્યા વગર જ કામ પાસ કરી દીધું?
• અકસ્માતની જવાબદારી કોની? : રોડની ખામીને કારણે જો કોઈ જીવલેણ અકસ્માત સર્જાય, તો શું તેના માટે રોડ બનાવનાર કંપની સામે ‘સાપરાધ મનુષ્યવધ’નો ગુનો દાખલ થશે?
• ખનીજ ચોરીનો હિસાબ ક્યાં?ઃ કામ શરૂ થયું ત્યારથી જ રેતી અને માટીની કરોડોની ચોરીના આક્ષેપો ઉઠ્યા હતા, તેની નિષ્પક્ષ તપાસ કેમ ન થઈ? કંપનીને કોનું પીઠબળ મળી રહ્યું છે?
• સતત મરામતનું નાટક કેમ? : રોડ હજુ હમણાં જ બન્યો છે, તો પછી વારંવાર એક સાઈડ બંધ કરીને રિપેરિંગ કેમ કરવું
પડે છે? શું કંપનીએ શરૂઆતથી જ નબળું મટીરિયલ વાપર્યું છે?
• ડાયવર્જનમાં બેદરકારી : નિયમ મુજબ યોગ્ય ડાયવર્જન અને સાઈન બોર્ડ ન મૂકીને લોકોના જીવ જોખમમાં મૂકનાર કંપનીને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવતી નથી?
• પદાધિકારીઓની ચુપકીદી કેમ?ઃ આટલા મોટા ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે જિલ્લાના જવાબદાર નેતાઓ અને
પદાધિકારીઓ મૌન કેમ સેવી રહ્યા છે? જનતાના પ્રશ્નો કરતા કંપનીના હિતો વધુ વ્હાલા છે?
• થર્ડ પાર્ટી ઓડિટ ક્યાં છે?ઃ આ કામની ગુણવત્તા તપાસવા માટે જે સરકારી એજન્સી કે લેબોરેટરી જવાબદાર હતી, તેમણે આ નબળા કામને મંજૂરી કેવી રીતે આપી? શું તેમની પણ મિલીભગત છે?
.....................
ધારાસભ્યશ્રીઓ પણ સરકારનું ધ્યાન દોરે : રકમ અનુસાર રોડનું કામ થાય છે ખરૂં?
ગાંધીધામ : અંજારના વરસાણા-ભીમાસરથી લઈ અને ભુજના કુકમા-શખપીર સુધી જોડાઈ રહેલા નેશનલ હાઈોે ઓથોરીટી હસ્તકના રોડના કામને લઈને વિવિધ ફરીયાદો આવતી રહી છે. હાલમાં પણ ફરીયાદો ફરી વધી છે ત્યારે પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ધારાસભ્યશ્રીઓએ પણ આ બાબતે જાગૃતી કેળવવી જ ઘટે. આ રોડ માટે ૧ર૦૦ કરોડથી વધુની રકમની ફાળવણી કરવામા આવી છે તો વર્તમાન સમયે આ રોડ તે રકમ અનુસારનો બને છે ખરો? જો માર્ગમાં ઠેર ઠેર અત્યારથી જ થીંગડા હોય, ગાડીઓ ઉથલી જાય તેવી સરપેસ સાથે બનાવાયો હોય, તો ૧ર૦૦ કરોડની રકમ વપરાઈ કયાં? સરકારમાં ધારાસભ્યશ્રીઓએ આ બાબતે ધ્યાન દોરવું જ ઘટે.
..............
સંકલન સમીતીમાં ઉઠાવો આ મુદો !
ગાંધીધામ : આ મામલે સંકલન સમિતિની બેઠકમાં આક્રમક રજૂઆત થાય અને સરકારી વિભાગો તપાસના આદેશ આપે તે અનિવાર્ય બન્યું છે.
..........................
કરોડોની ખનીજ ચોરીથી લઈ ગુણવત્તાના અભાવ સુધીના આક્ષેપો
ગાંધીધામ : રોડ નિર્માણના પ્રારંભિક તબક્કે જ ડાયવર્જનના અભાવે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા. તેની સાથે રેતી અને માટીની કરોડોની ખનીજ ચોરીના ગંભીર આક્ષેપો કંપની પર લાગ્યા હતા. હવે જ્યારે કામ પૂર્ણ થયાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, ત્યારે ઠેર-ઠેર પડેલા મોટા ગાબડાં કંપનીના દાવાઓની
પોલ ખોલી રહ્યા છે. એક તરફનો રોડ સતત મરામત હેઠળ હોવાથી બંધ રાખવો પડે છે. મુસાફરો ટેક્સ ભરીને પણ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.

Comments