જખૌ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ યોજાઈ
ભુજ - કચ્છઉદય : મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, આઈજીપી પી. એલ.માલ સાહેબ અને એસપી એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગ રૂપે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના અપાઈ છે, જેના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા જખૌ સેક્ટરના ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા સાંઘી વિસ્તારમાં એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ બોટો, ગ્રામ્ય વિસ્તાર, જેટી વિસ્તાર જેવા અગત્યના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી હતી અને ગ્રામજનોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
----------

Comments