Trending News
સ્થાનિક સમાચાર

દહિસરામાં અંદાજે બે કરોડના ખર્ચે નિર્મિત સરકારી મા. અને ઉ. માધ્યમિક શાળા ભવનનું લોકાર્પણ

05 January


ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયોે કાર્યક્રમ

ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારની સમગ્ર શિક્ષા યોજના હેઠળ અંદાજે રૂપિયા બે કરોડના માતાબર ખર્ચે તાલુકાની દહિંસરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સુવિધાસાભર ભવનનું તાજેતરમાં ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈએ કહ્યું હતું કે, રાજ્યને શિક્ષણક્ષેત્રે આગળ લઈ જવા ગુજરાત સરકાર કટીબદ્ધ છે અને આ માટે અનેક યોજનાઓ અમલી છે, જેનો વધુને વધુ છાત્રો લાભ લઈને પોતાનું ભવિષ્ય સમૃદ્ધ બનાવે તે સમયની માંગ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શાળાના અદ્યતન સંકુલો બન્યા છે. દહિંસરા વિસ્તારમાં આ નવનિર્મિત સંકુલ બદલ ખુશી વ્યક્ત કરીને શુભેચ્છા આપી હતી.
આ પ્રસંગે અન્ય અતિથિ વિશેષ પદે ઉપસ્થિત ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, ભુજ તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા રમેશદાન ગઢવીએ પણ પોતાના પ્રસંગિક ઉદ્દબોધનમાં શૈક્ષણિક વિકાસની વાત કરી હતી. આ પ્રસંગે શિક્ષણાધિકારી સંજય પરમાર તેમજ કર્મચારીગણ હાજર રહ્યા હતા. મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
અહીં એ ઉલ્લેખનીય છે કે, રૂા.૧૯૫ લાખના ખર્ચે બનેલા આ સંકુલમાં ચાર વર્ગખંડ, કોમ્પ્યુટર રૂમ, પ્રયોગ શાળા, સ્ટાફ રૂમ, આચાર્ય ખંડની સગવડનો સમાવેશ થાય છે. પ્રારંભે વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીતનો સંસ્કૃતિક કાર્યક્રમ પેશ કર્યો હતો. મહેમાનોને હસ્તે દીકરીઓને સાઈકલ વિતરણ કરાયું હતું. ઉપરાંત વૃક્ષારોપણ પણ યોજાયું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ, દાતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આભારવિધિ કિશોરભાઈ પિડોરિયાએ કરી હતી.
------

Comments

COMMENT / REPLY FROM