Trending News
સ્થાનિક સમાચાર

ઔદ્યોગીક પાટનગર ગાંધીધામમાં વેપારીઓનો જ  ખોે કાઢતા બની બેઠેલ એન્જીનીયર-ઠેકેદાર કોણ?

05 January

કમિશ્નરશ્રીની સુચારૂ-પ્રજાભિમુખ કામગીરીને કોણ લગાવે છે બટ્ટો?



ગાંધીધામ વેપાર-ઉદ્યોગથી ધમધમતું સંકુલ છે, અને અહી વેપારીઓને જ હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાની સતત સર્જાતી સ્થિતી બાદ વકરી રહ્યો છે આક્રોશ : શહેરની મેઈન બજારમાં પેવર બ્લોક બે બાજુથી કાઢી નાખી તદન મંથર ગતિએ કામ ચાલી રહ્યુ હોવાથી વેપારીઓને દુકાનમાં પ્રવેશ બન્યો છે દુરસ્ત, સર્જાઈ રહી છે કે કઈક સમસ્યાઓ, તો વળી ભારતનગરમાં પણ વરસાદી નાળાના ચાલી રહેલા કામથી કઈક વેપારીઓની દુકાનોના પ્રવેશમાર્ગ જ અવરોધાઈ ગયા છે, જયાં વેપારીઓને ખુદને દુકાનમાં પ્રવેશવું કપરૂં બની રહે ત્યાં ગ્રાહકો ફરકશે કેવી રીતે?

તહેવરાની રાણી સમાન દિપાવલી જેવા  ઉત્સવ વખતે પણ ગાંધીધામ સંકુલમાં વેપારીઓને આ જ રીતે મંથરગતીએ કામ આદરી અને ઠેકેદાર એ લીધા હતા બાનમાં, મનપાના એન્જીનીયરને તો માત્ર અને માત્ર મારૂં શું? જયાં તેમના ગજવા ગરમ થાય છે ત્યાં જ આ મહાશય દર્શન આપે છે, હકીકતમાં કામ કેમ ધીમું થાય છે, ટેન્ડરની જોગવાઈઓ શું છે, વેપારીઓને થતી કનડગતોનો વિવેકી ઉકેલ શું હોઈ શકે? કેમ આ અંગે એન્જીનીયર કયાંય ડોકાતા જ નથી જોવતા? શું સંકુલનો વેપારી વર્ગ પરેશાન થાય તેમાં આ એન્જીનીયરશ્રીને આનંદ આવે છે? 



ગાંધીધામ : એકતરફ પૂર્વ કચ્છના મીની મુંબઈ-લધુ ભારત તરીકે ઓળખાતા ગાંધીધામ શહેરને સુંદર-સ્વચ્છ અને રઢીયામણું બનાવવાની દીશામાં મહાનગરપાલીકાના વર્તમાન કમિશ્નરશ્રી મનીષ ગુરવાણી દીવસ રાત એક કરી અને મહેનત કરી રહ્યા છે. તેઓ સંકુલને ખરેખર સારૂ બનાવવાનો સાક્ષાત્કાર પણ કરાવી રહ્યા છે. શહેરને માળખાગત સુવિધાઓ વિશેષ મળતી થાય, શહેરીજનોની સુખાકારી વધે તે માટે ખુદ જરૂર પડે ત્યાં રસ્તા પર ઉતરી અને લોકોથી રૂબરૂ થઈ તેમની સમસ્યાઓ જાણી તેના સુચારૂ ઉકેલ લાવવાની દીશામાં સતત જહેમત ઉઠાવી રહ્યા છે. ખુબજ ટુંકાગાળામાં કમિશ્નરશ્રએ કરેલી કાર્યવાહી થકી સંકુલના લોકો તેમની પ્રસંશા કરી રહ્યા છે ત્યારે બીજીતરફ આ જ મહાનગરપાલીકાના બની બેઠલા એન્જીનીયર અને અમુક ઠેકેદારના મેળાપીંપણા ભરી નબળી કામગીરી હાલના સમયે લોકોરોષનું મોટું કારણ બની રહી છે. 
આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામ શહેર-સંકુલની દુનીયાભરમાં ઔદ્યોગીક પાટનગર તરીકેની ઓળખ છે. અને અહી વેપારીઓ જ હેરાન-પરેશાન હોય તેવી સ્થિતીનું નિર્માણ મનપા કચેરીના બની બેઠેલા એન્જીનીયર તથા ઠેકેદારની મીલીભગતભરી ઢીલીનીતીઓ થકી જવા પામી રહ્યુ છે. વેપારીઓમાં આક્રોશ ભભુકી રહ્યો છે કે, દિવાળી વખતે પણ શહેરની મેઈન બજારમાં વેપારીઓને મોટી કનડગતો થાય તેવી સ્થિતી ઉભી થવા પામી ગઈ હતી. વેપારીઓ માટે મુખ્ય તહેવાર આખાય વરસનો ખરીદીને લગતો હતો, સિઝન જ કહી શકાય, તેવા સમયે જ મનપાના બની બેઠેલા એન્જીનીયરના ઠેકેદારો પર ચાર હાથ રહેલા હોવાથી કામો એટલા ગોકળ ગતીએ અને અણધણ થયા હતા કે તેનો ભોગ વેપારીઓ બની ગયા હતા. ફરીથી હાલના સમયે પણ શહેરની મેઈન બજારમાંથી પેવર બ્લોક બન્ને બાજુએથી કાઢી નાખ્યા છે, નાળો બનાવી રહ્યા હોવાનુ કહેવાય છે, પરંતુ લાંબા સમયથી આ રીતે ચાલી રહેલા તદન ધીમા કામો થકી વેપારીઓની દુકાનોની અવર-જવર જ બંધ-બ્લોક થવા પામી ગઈ હોવાની સ્થિતી સર્જાયેલી છે. 
હાલમાં પણ વેપારીઓની સિઝન ચાલુ છે તેવા જ સમયે ફરીથી આ રીતે ઠેકેદારની મનસ્વી રીતી નીતી અને તેને છાવરનારા મનપાના બની બેઠલા એન્જીનીયરની આંખમિંચામણા ભરી રીતી-નીતીઓ થકી વેપારીઓને ફરીથી નાહકના ભાગે બનવાનો વારો આવી રહ્યો છે. ન માત્ર મેઈન બજાર પરંતુ બીજીતરફ શહેરના ભારતનગર વિસ્તારમાં પણ આ જ રીતે વરસાદી નાળાનું કામ મન ફાવે તે રીતે અને તદન ધીમીગીતએ જ કરવામા આવી રહ્યુ છે અને ત્યાં પણ વેપારીઓની આવી જ દુર્દશા થવા પામી ગઈ છે. ભારતનગરમાં પણ નાળાના ચાલી રહેલા ધીમા કામ થકી વેપારીઓની દુકાનોમાં અવરજવર એન્ટ્રી જ કેટલીક જગ્યાએ અવરોધાઈ ગઈ છે. વિચાર તો કરો કે જયાં વેપારીઓ ખુદ જ દુકાનમાં અંદર જવા કે બહાર આવવા સક્ષમ નથી, ત્યાં ગ્રાહકો ફરકશે કેવી રીતે? ઔદ્યોગીક હબ સમાન આ સકુલમાં વેપારીઓ પર જ આ રીતે બનીબેઠલા એન્જીનીયર અને તેના મળતીયા ઠેકેદારો દ્વારા દમનકારી વલણ માત્ર અને માત્ર પોતાની અણઆવડત અને મનસ્વી નીતીથી અપનાવાય તે કેવી રીતે સાંખી લેાવય? અમુક ભોગગ્રસ્ત વેપારીઓ તો કહી રહ્યા છે કે, ઠેકેદાર અને એન્જીનીયર ઈરાદાપૂર્વક જ વેપારીઓને હેરાન કરી રહ્યા હોમ વર્તી રહ્યા છે. નહી તો આટઆટલા કામો આ રીતે આટલા બધા ધીમા, ગોકળગતીએ ચાલવા જ કેવી રીતે દેખાય? એટલુ માત્ર જ નહી પણ વેપારીઓ સ્પષ્ટ કહી રહ્યા છે ક, મનપા કમિશ્નરશ્રી મનીષ ગુરવાણી ખુદ રાત-દિવસ ઉજાગરા કરી અને ગાંધીધામ સંકુલે સુંદર બનાવવા ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે તેઓની આ સારી કામગીરી પર પણ બની બેઠેલ એન્જીનીયર તથા તેના મળતીયા અમુક ઠેકેદારો જાણે કે રીતસરનું પાણીઢોળ જ કરી રહ્યા હોય તેવો કચવાટ પણ ભોગગ્રસ્ત વર્ગમાથી સામે આવવા પામી રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM