રાક્ષસી રફતારનો ભીષણ કહેર : ગાંધીધામમાં માલેતુજાર મા-બાપની વંઠેલી ઓલાદો-નબીરાઓથી રહેજો સાવધાન : ખાખીને નડે છે શરમ?
ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેનો તાલ કોણ કરી રહ્યું છે? જે મળે છે તે વળતર લઈ લે, નહી તો એ પણ હાથમાંથી જશે? ફરીયાદીની ફરીયાદ લેવાના બદલે માલેતુજાર માબાપના બગડેલી ઓલાદની તરફેણ કરનાર કોણ?
ઉચ્ચ પોલીસ અધિકારી આવી ઘટનામાં તટસ્થ કાર્યવાહી કરાવે : ફોર્ચ્યુનર ગાડીએ બાઈકનું કચ્ચરઘાણ કાઢી નાખ્યુ, વિચાર તો કરો, બાઈક સવાર સાથે બેઠો હોત તો તેની શું સ્થિતી થઈ હોત? પોલીસ તંત્ર કુલડીમાં ગોળ ભાંગવાના બદલે કરે ધાક બેસાડતી કાર્યવાહી : સ્થળ પરના સીસીટીવી કેમેરાની કરાવો ચકાસણી, જો તટસ્થ ક્રોસ વેરીફીકેશન થશે તો ફોર્ચયુનર ગાડીમાં માલેતુજાર માવતરનો ૧૬ વર્ષીય કિશોર જ દેખાઈ આવશે?
પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં પૈસાદાર માવતરના બગડેલા નબીરાઓન વધી રહ્યો છે આતંક : સપનાનગરમાં તાજેતરમાં જ એક ફાર્ચયુનર અને થાર ગાડીમાં બેઠેલા અન્ડરએજ નબીરાઓએ રસ્તામાં પાર્ક કરેલી બાઈકને ૧૦૦ મીટર સુધી ફંગોળી, શહેરી વિસ્તારમાં આ ગાડીઓ ૧ર૦થી વધુની ઝડપે દોડતી હતી : રફતારનો રાક્ષસી કહેર વર્તાવનારા નબીરાઓની સામે કાર્યવાહી કરવાના બદલે ફરીયાદને ધમકાવવામાં આવી રહ્યો હોવાની ઉઠી રહી છે ફરીયાદ
ગાંધીધામ : ગુજરાતભરમાં રફતારની કહેર વર્તાવનારા નબીરાઓ નાની વયે મોંધાદાટ વાહનો રસ્તાઓ પર બેફામ ગતીએ હંકારી અને પોતાના પિતાની સંપત્તી-પૈસાનું પ્રદૃશન કરવા, રૌફ જમાવવા નીકળી પડતા હોય છે અને આવા નબીરાઓના બેફામ માતેલા સાંઢની માફક દોડાવતા વાહનો અથવા તો મોંધીદાટ થાર-ફોર્ચયુનર જેવી ગાડીઓ શહેરી વિસ્તારોમાં આડેધડ દાડેાવી, એક બીજા સાથે રેસ રાવાની ઘેલછાઓમાંને ઘેલછાઓમાં ગંભીર પ્રકારના અકસ્માતો સર્જી અને નિદોર્ષ લોકોના જીવ હણી રહ્યા હોવાની ઘટનાઓ બનવા પામતી રહી છે. કેટલાક હાઈપ્રોફાઈલ કિસ્સાઓ જગજાહેર પણ થઈ ચૂકયા છે.
દરમ્યાન જ પૂર્વ કચ્છના મીની મુંબઈ કહેવાતા ગાંધીધામ શહેરમાં પણ આ જ રીતે પેસાદાર મા-બાપીની વંઠેલી એટલે કે બગડેલી ઓલાદો-નબીરાઓ પણ પોતાના પિતાના પૈસાનું રોડ-રસ્તાઓ પર પ્રદૃશન કરવા માટે, રાફ જમાવવા માટે મોંઘી-મોંઘી ગાડીઓ બેફામ રીતે દાડેાવી અને નિદોર્ષ લોકોની સાથે ગંભીર જીવલેણ અકસ્માતો સર્જતા હોવાનીઘટનાઓ બની ચુકી છે. ચિંતાની વાત એ છે કે, આવી ઘટનાઓ બનતી રહેતી હોવા છતા એકાદ કેસમાં પણ પોલીસતંત્ર સમ ખાવા પુરતી પણ કડક ધાક બેસાડતી કાર્યવાહી કરી હોય તેવુ જોવા નથી મળતુ, તો વળી બીજીતરફ પૈસા કમાવવાની દોડમાં દીવસ-રાત લાગી પડેલા અમુક માવતર પણ પોતાના બાળકો મોંઘીદાટ ગાડીઓથી કેવા કેવા સ્ટંટ અને રેસ લગાવી રહ્યા છે તે જોવાની પણ ચિંતા-ફિક્ર કરતા હોય તેવુ લાગતું નથી.
આ વચ્ચે જ જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધામમાં તાજેતરમાં જ સપનાનગર વિસ્તારમાં આવી જ બનવા પામી ગઈ છે. કહેવાય છે કે, એક બાઈક ચાલક પોતાની બાઈક પાર્ક કરી અને શોપીંગ માટે ગયો, એટલી વારમાં તો પાછળથી લાખોની મોંઘી દાટ એન્ડેવર કાર ૧ર૦થી વધુની સ્પીડમાં આવી જેની પાછળ એથીય વધારે ઝડપ સાથે થાર ગાડી દોડતી આવી અને આ પાર્ક કરેલી કારને સાથે ૧૦૦ મીટર જેટલી ઢસેડી ગઈ અને બાકઈનું કચ્ચરઘાણ
કાઢી નાખ્યું છે. શહેરના ભરચક વિસ્તાર કે જયાં મોટી સંખ્યામં પ્રજાજનોની અવરજવર હોય ત્યાં આ રીતે એન્ડેવર અને થાર જેવી ગાડીઓને ૧ર૦થી વધુની સ્પીડે ચલાવનારા ચાલકને શેનો નશો હતો? સીધી વાત છે કે, પોતાના પીતાના પૈસાના નશામાં જ આવા ટાબરીયા, નબીરાઓ આવી હરકતોને અંજામ આપી દેતા હોય છે. આ કેસમાં પોલીસની ભુમીકા સામે સવાલો ઉભા થવા પામી રહ્યા છે, જાણકારો કહી રહ્યા છે કે, પોલીસે પણ ઝડપથી આ વિસ્તારના સીસીટીવી ફુટેજ અંકે કરી અને ગાડીમાં કોણ બેઠું છે તેની તપાસ કરવાના
બદલે ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેનો તાલ કરી અને ભોગગ્રસ્ત બાઈક સવાર ફરીયાદ પર રૌફ જમાવી રહી છે? પોલીસ શા માટે આવુ કરી રહી છે તે તો અહી સ્પષ્ટ કરવાની જરૂર નથી, સામે ગાડી એન્ડેવર હતી, એટલે નબીરો જ હોય તે નકકી છે, નબીરાનું કયાંય નામ જાહેર ન થઈ જાય તે માટે આ પ્રકરણની તપાસમાં ઢાંક પીછોડો કરવામાં આવી રહ્ય હોવાની પણ ચર્ચા થવા પામી રહી છે. આવા માલેતુજાર મા-બાપના બગડેલી ઓલાદોને પોતાના પિતાના પૈસાનો નશો જ માથા પર ચડી જતો હોય છે અને એટલે જ જાહેર માર્ગો પર કઈકના જીવને જોખમમાં મુકી દે તે રીતે મોટરકારની રેસો કરતા જોવા મળી આવતા હોય છે. લોકોના જીવની તેમને કોઈ જ ચિંતા નથી હોતી.! જો આવી ઘટનાઓ બાદ પણ નબીરાઓની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવાના બદલે કુલડીમાં ગોળ ભંગાઈ જશે તો આવા બગડેલા નબીરાઓની શાન ઠેકાણે કોણ લાવશે?

Comments