Trending News
સ્થાનિક સમાચાર

જુની પેનલો રદ ? : નવેસરથી નામો મંગાવતા કચ્છ ભાજપના દાવેદારોના પણ શ્વાસ અદ્વર..!

05 January

જગદીશ પંચાલની લાલઆંખ




જેનું કામ બોલશે-તેનું જ નામ ચાલશે : સંગઠનપર્વમાં નવા ચહેરાઓનો કચ્છમાં પણ સુર્યોદય થાય તો નવી નવાઈ નહીં : પ્રદેશ કમલમનો કડક અદેશ-ભલામણો ભુલી જજો


જિલ્લાકક્ષાએ સાંસદ-ધારાસભ્યશ્રીઓના મંતવ્યો લેવાયાની ચર્ચા, નામો સુચવાયા, પ્રદેશ મહામંત્રી તરીકે નિયુકિત અનિરૂદ્ધભાઈ દવેનો પણ હાથ વરણીઓમાં રહી શકે છે ઉપર : પ્રદેશ મહામંત્રી પદે શ્રી દવે મુકાતા જિલ્લામાં હવે બ્રાહ્મણ સમુદાયને મહામંત્રી પદે તક મળવાની શકયતાઓ ઘટી



ગાંધીધામ : ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં ધરખમ ફેરફારો બાદ હવે શહેર અને જિલ્લા સંગઠનને લઈને મોટા સમાચારો સામે આવવા પામ્યા છે. પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે સંગઠનનો મામલો હાથ પર લેતા જ વર્ષોથી ચાલી આવતી ભલામણ પ્રથા પર રોક લગાવી દીધી છે. અગાઉ નામે મોકલાઈ ગયા હોવા છતા કમલમ દ્વારા ફરીથી પેનલ મંગાવાવમાં આવતા રાજકીય આલમમાં આશ્ચર્થ સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 
જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં પણ અગાઉ હાથ ધરાઈ ચુકેલી સેન્સ પ્રક્રીયાઓના નામો ઉપરાંતના નવા નામો પ્રદેશસ્તરેથી મંગાવી લેવાયા છે અને આ નામો જિલ્લા કક્ષાએથી મોકલી અપાયા હોવાનું ચર્ચાય છે. નવી કવાયત શરૂ થવાથી અનેક દાવેદારના શ્વાસ અદ્વર 
થયા છે. 



.............

• મામકાવાદ પર સર્જિકલ સ્ટ્રાઈકનો તખ્તો

નવા આદેશ મુજબ હવે સંગઠનમાં કોઈના માનીતાને ગોઠવવામાં આવશે નહીં. પક્ષે સ્પષ્ટ કર્યુ છે કે માત્ર નિષ્ઠાવાન કાર્યકરોને જ સ્થાન મળશે. આ વખતે હોદેદારોની પસંદગીમા જ્ઞાતિગત સમીકરણો અને જે-તે વિસ્તારના સામાજીક ગણિતને વિશેષ મહત્વ આપવામાં આવશે.


....................

• ભલામણ કરી તો સમજો પત્તુ કપાયું

સુત્રોના અનુસાર કલમમમાથી સ્પષ્ટ સુચના અપાઈ છે કે હોદ્દેદારો માટે કોઈપણ પ્રકારની ભલામણ કે રાજકીય દબાણ ચલાવ લેવાશે નહી. આખરી નિર્ણય હાઈકમાન્ડ દ્વારા જ લેવામા આવશે.

.........


• કમૂરતા બાદ ચિત્ર સ્પષ્ટ થશે

ધનુર્માસ (કમુરતા)પૂર્ણ થતાની સાથે જ એટલે કે ૧રમી જાન્યુઆરી સુધીમાંતમામ શહેર અને જિલ્લાના સંગઠન માળખા જાહેર કરી દેવામાં આવે તેવી શકયતાઓ છે.

.................

• ૧ જૈનને સ્થાન નિંશ્ચિતની ચર્ચા : ભુજ-માંડવી કે મુન્દ્રા? 


જિલ્લા સંગઠનમાં આમ તો ર૦ જેટલા સભ્યોની પ્રમુખશ્રીની નવી ટીમની રચના કરવાન છે પરંતુ તે બધાયમાં મહામંત્રી પદ મહત્વનું છે. ૩ મહામંત્રીઓમાથી ૧ જૈનને સ્થાન મળવાની ચર્ચાઓ ચાલે છે. ભુજ અને માંડવીમાંથી પસંદગીમાં કોણ રહેશે-કોણ કપાશે? તેના પર મીટ 
મંડાયેલા છે.

Comments

COMMENT / REPLY FROM