Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ઠેર-ઠેર રખડતા શ્વાનનો આતંક : ગાંધીધામ મનપામાંથી ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ બોધપાઠ લેશે?

04 January



પશુપાલન તંત્ર સાથે નપાના જવાબદારો યોજે સંકલન : કુતરાના જન્મદર ઘટે તે દીશામાં કાર્યવાહી હાથ ધરવી જરૂરી

રખડતા શ્વાનોના લીધે બાઈકચાલકોના અકસ્માતોના વધ્યા છે બનાવો, ડોગ બાઈટના પણ વધી રહ્યા છે કિસ્સાઓ..! 

સુપ્રીમ કોર્ટ પણ શેરી કુતરાઓ-રખડતા શ્વાસ મુદ્દે કરી ચુકી છે વિવિધ ગંભીર ટકોર


રખડતા શ્વાનની સારસંભાળ કરવી, તેમને બિસ્કીટ કે રોટલા ખવડાવવા તે આવકારદાયક છે, પરંતુ જાહેરમાં રોજેરોજ આડેધડ આ રીતે શ્વાનને રોટલા-બિસ્કીટ સહિતની વસ્તુઓનું વિતરણ થતા વધુને વધુ કુતરાઓ અવા વિસ્તારોમાં તેની લાલચમાં વધી રહ્યા છે, સેવાકીય વિતરણ કરનારાઓની ભાવના પણ જળવાઈ રહે તે રીતે કોઈ વૈકલ્પીક વ્યવસ્થાઓ કરવી જરૂરી બની છે

ગાંધીધામમાં પહેલ થઈ, હવે ભુજ-અંજાર-માંડવી-ભચાઉ સહિતના તાલુકાઓમાં પણ આ જ રીતે રખડતા શ્વાનની સમસ્યાઓને સંવેદના સાથે ઉકેલવા સૌ કોઈએ પહેલ કરવી જરૂરી



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામમા મનપાતંત્ર બન્યા બાદ કમિશ્નરશ્રીનાઆગમનથી વિવિધ સમસ્યઓના સુખદ સમાધાન આવી રહ્યા છે. શહેરને સ્વચ્છ-સુંદર બનાવવાની કાર્યવાહી તો તેઓએ આદરી જ છે સાથોસાથ રખડતા ઢોરોને પકડીને પાંજરે પુરી તેઓ ફરીથી રોડ પર ન દેખાય તેવી વ્યવસ્થાઓ કરી લીધા બાદ હવે ગાંધીધામને રખઢતા શ્વોન, શેરી કુતરાઓથી મુકત કરવાની દીશામાં ખુબજ સુચારૂ આયોજન સંકલન સાધીને હાથ ધરી દીધુ છે. ગાંધીધામમાં ડોગ બાઈટના પણ અનેકવિધ કીસ્સાઓ સામે આવવા પામી રહ્યા હતા તેને અટકાવવા માટે ગાંધીધામ મનપા તંત્ર દ્વારા પશુપાલન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી અને શેરી કુતરાઓની સંખ્યા ઘટે, ડોગ બાઈટના કિસ્સાઓ ઓછા થાય તે માટે આયોજન ઘડી કાઢયું છે.  કુતરાઓનો જન્મદર ઘટાડવાની દીશામાં પશુપાલન વિભાગ કાર્યવાહી પણ શહેરમા આરંભી દીધી છે. હકીકતમાં ગાંધીધામમાં જે કિસ્સાઓ બન્યા છે તેવી જ સમસ્યાઓ હવે જિલ્લા પાટનગર ભુજમાં પણ વકરતી જોવાઈ રહી છે. 
તો ગાંધીધામ મનપામાથી ભુજ નગરપાલિકાના જવાબાદરો કેમ કોઈ શબક નથી લેતા? ભુજમાં પણ શેરી કુતરાઓ, શ્વાનના લીધે આમપ્રજાજનોની મુશ્કેલીઓમાં વધારા થવા પામી રહ્યા હોવાની ઘટનાઓ રોજીંદી બની રહી છે. ભાગ્યે જ એવો કોઈ વિસ્તાર હશે કે જયા શ્વાનની સંખ્યા પાછલા ટુંકાગાળામા ંવધી ન ગઈ હોય.
ગાંધીધામની જેમ જ ભુજમાં પણ નગરપાલિકાએ પ્લાન ઘડવા જરૂરી બની રહ્યા છે. ભુજમાં અનેકવિસ્તારોમાં શેરી શ્વાનના વધી ગયેલા ત્રાસથી આમપ્રજાજનોની હાલત કફોડી-અનેક સ્થળોએ બાઈક ચાલકો પાછળ દોડતા શ્વાનથી અહી અકસ્માતોની બની રહી છે ઘટનોવિના વાંકે બાઈક સવારોને થઈરહી છે ગંભીર ઈજાઓ. નાના બાળકો તથા વૃદ્ધો પર રખડતા શ્વાનાા હુમલાઓ પણ વધી રહ્યા છે. નિદોર્ષ પ્રજાજનોને રખડતા શ્વાન તથા શેરી કુતરાઓની સમસ્યાથી મુકિત અપાવવા માટે ભુજમાં જરૂરી વ્યવસ્થાઓ નગરપાલિકા વિભાગ, પશુપાલન વિભાગ સહિતનાઓ આદરે તે સમયની માંગ બની રહી છે.

Comments

COMMENT / REPLY FROM