Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના આરોગ્ય ખાતામાં ૪૦૦ કર્મચારીઓની સાગમટે આંતરીક બદલી

03 January


મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર - વર્કર અને ફિમેલ હેલ્થ સુપરવાઈઝર - વર્કર બદલાયા : મોટા ભાગના ગ્રામીણ વિસ્તારમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલી થતા ચર્ચાઓ બની તેજ

ભુજ-કચ્છઉદય : કચ્છ જિલ્લાના આરોગ્ય ખાતામાં એક સામટા ૪૦૦ કર્મચારીઓની બદલી થતા આંતરીક ચર્ચાઓ તેજ બની બની છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વહીવટી કારણોસર તેમજ માંગણીના આધારે આરોગ્ય કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. અગાઉ ૬પ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, બાદમાં ૪૩ ફિમેલ હેલ્થ સુપરવાઈઝર અને ગત રોજ ૧પ૧ ફિમેલ હેલ્થ વર્કર અને ૧૪૧ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની આંતરીક બદલીઓના આદેશ કરાયા છે. મોટા ભાગના ગ્રામીણ વિસ્તારમાં વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવતા કર્મચારીઓની આંતરીક બદલી થતા ચર્ચાઓ તેજ બની છે. મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી ફરજ બજાવવાના કારણે ગામ લોકો સાથે આરોગ્ય કર્મચારીઓ હળીમળી ગયા હતા. જો કે હવે ઘણા કર્મચારીઓ નજીકના ગામને બદલે દૂરના વિસ્તારમાં મુકવામાં આવ્યા છે. જેના કારણે ફરીથી માહોલમાં આવવું પડશે. કયાંકને કયાંક અંદરખાને નારાજગી જોવા મળી રહી છે. તો કયાંક કેટલાક કર્મચારીઓને કામગીરીનો શીરપાવ મળ્યો હોય તેમ અંતરીયાળ વિસ્તારમાંથી સારી જગ્યાએ બદલીઓ થઈ છે. કર્મચારીઓના કહેવા પ્રમાણે ઘણા વર્ષો પછી પ્રથમ વખત આરોગ્ય કર્મચારીઓની આટલા મોટા પ્રમાણમાં બદલી થઈ છે. આ અગાઉ ડીડીઓ દ્વારા આયુષ તબીબ, મેડીકલ ઓફીસર અને ટીએચઓની બદલીના આદેશો કરવામાં આવ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM