Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં મનપાનું ‘બુલડોઝર’ ગરજ્યું : ભવાની ફાટકથી રામદેવપીર મંદિર સુધીના ૧૦૨ દબાણોનો સફાયો!

03 January


કમિશનર મનીષ ગુરવાનીની ‘લાલ આંખ’ઃ ગાંધીધામને દબાણમુક્ત કરવા મનપાનું આક્રમક અભિયાન. દબાણકારોમાં ફફડાટ : અધિકારીઓની હાજરીમાં ગાંધીધામમાં મેગા ડિમોલિશન.

ભવાની ફાટકથી રામદેવપીર મંદિર સુધી તંત્ર ત્રાટક્યુંઃ ૧૦૨ કાચા-પાકા દબાણો જમીનદોસ્ત



ગાંધીધામઃ ગાંધીધામ શહેરને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાના મક્કમ નિર્ધાર સાથે આજે મહાનગરપાલિકા દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી. મનપા કમિશનર મનીષ ગુરવાની ની સૂચનાથી તંત્રએ લાલ આંખ કરી ભવાની ફાટકથી 
રામદેવપીર મંદિર સુધીના માર્ગ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ ઓપરેશન દરમિયાન કુલ ૧૦૨ જેટલા કાચા અને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.વરિષ્ઠ અધિકારીઓનો કાફલો મેદાનમાં છે.આ ડિમોલિશન કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વરિષ્ઠ અધિકારીઓની ટીમ હાજર રહી હતી. જેમાં શ્રી સંજય રામાનુજ (ડેપ્યુટી કમિશનર) શ્રી ગાયત્રીપ્રશાદ જોશી (દબાણ ઇન્સ્પેક્ટર) ઁય્ફઝ્રન્ની ટીમ અને અન્ય ટેકનિકલ સ્ટાફ હાજર રહ્યો છે.લાંબા સમયથી આ વિસ્તારમાં દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. નાગરિકોની સુવિધા અને રોડ રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી આ ‘મેગા ડ્રાઈવ’ હાથ ધરાઈ હતી. મનપા કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, “શહેર સંકુલને દબાણ મુક્ત બનાવીને જ જંપાશે અને દબાણ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.”આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે મનપાનું આ ‘બુલડોઝર’ અભિયાન યથાવત રહેશે તેવી જાણકારી મળી રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM