Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ૧૩૦ કરોડની જળ યોજનાનું ટેસ્ટિંગ શરૂ, પરંતુ રસ્તા પર વહી ગયું પાણી !

03 January

સંકુલ માટે તો નળ સે છળ બની રહી છે યોજના : કરોડોના આંધણ બાદ પણ પ્રજા ત્રાહીમામ


મુખ્ય વાલ્વ સાથે જોડાણ વગરની લાઈનો, અધૂરા જોડાણો અને પાણીનો વેડફાટ - ૧૩૦ કરોડ ક્યાં ગયા? : સંકુલની જનતાનો સીધો પ્રશ્ન છે : ત્રીજી એજન્સીથી ઊંડી તપાસ થાય તો ઘણું બધું આવશે બહાર : જીયુડીસી-તત્કાલીન નગરપાલિકાના અમુક લાપરવાહોના કેમ કોઈ નથી આમળતું કાન?

ખાટલે મોટી ખોટ :  જો ૧૩૦ કરોડ ખરેખર ખર્ચાયા હોય, તો શહેરમાં હજુ કેમ પાણી રોડ પર વહી રહ્યું છે? તટસ્થ તપાસ થશે તો નલ સે જલ યોજનાના આર્થીક મોટા ધુપ્પલો આવશે બહાર

ગુરૂદ્વારા પાસે તથા ભારતનગર વિસ્તારમાં તાજેતરમાં જ પાણી લીકેજ લાઈનની ટેસ્ટીંગ વખતે થયુ હોવાનુ કહેવાય છે પરંતુ હકીકતમા કંઈક બીજું જ છે, વિચાર કરો, ટેસ્ટીંગ જયારે શરૂ થશે ત્યારે તો કેવા કેવા છીંડાઓ સામે આવશે, કેટલા પ્રમાણમાં લીકેજ થવા પામી જશે, કારણ કે, લાઈનોના મુખ્ય વાલ્વથી સાથે જાડેાણો જ મોટાભાગે નથી આપ્યા, નળ સે જળ યોજના હકીકતમાં સંકુલ માટે તો નળ સે છળ યોજના જ બનશે તેવા પરપોટાઓ હવે ફુંટવાના શરૂ થઈ ગયા છે તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય.



ગાંધીધામ : શહેરમાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની (ય્ેંડ્ઢઝ્ર) દ્વારા અમલમાં મુકાયેલી આશરે ૧૩૦ કરોડ રૂપિયાની મહત્ત્વાકાંક્ષી જળ પુરવઠા યોજનાનું અંતે ટેસ્ટિંગ શરૂ કરાયું છે. જોકે, ટેસ્ટિંગના પ્રથમ તબક્કામાં જ યોજનાની પોલ ખુલ્લી પડી ગઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર રોડ ઉપર ગુરુદ્વારા પાસે પાણી રોડ પર ફરી વળતાં પાણીનો મોટો વેડફાટ થયો, જેને લઈને તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે.જવાબદારો મુજબ, મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ ૧૫ જાન્યુઆરી સુધીમાં જગજીવનનગર, સેક્ટર-૪ અને ભારતનગરની પાણીની લાઈનો કાર્યરત કરાય તેવી શક્યતા છે, જ્યારે સમગ્ર પ્રકલ્પ માર્ચ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં કુલ ૭ પાણીના ટાંકા બનાવવાના છે. ડીસી-ટુ, સુંદરપુરી સહિતના વિસ્તારોમાં મોટાભાગના ટાંકા તૈયાર થઈ ગયા છે, જ્યારે આદિપુર અને ગાંધીધામમાં કેટલાક ટાંકાઓનું કામ હજુ ચાલુ છે અને એક ટાંકો તો લાંબા સમયથી અટકેલો હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે રામબાગ ખાતે ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે.યોજનામાં કુલ ૨૬૫ કિલોમીટર પીવીસી પાઇપલાઇનનું નેટવર્ક, જે વોર્ડ સ્તર સુધી પહોંચે છે, તેમજ ૮૦ કિલોમીટર પાઇપલાઇન, જે રામબાગથી વિવિધ ટાંકાઓને જોડે છે, તે સમાવિષ્ટ છે. રાજ્ય સરકાર દ્વારા યોજના મંજૂર થયા બાદ ગાંધીધામમાં કામ શરૂ કરાયું હતું, પરંતુ લાંબા સમયથી કામ લટક્યા બાદ હવે ટેસ્ટિંગ શરૂ થયું છે.આ યોજના હેઠળ ભારતનગર, જગજીવનનગર અને સેક્ટર-૪માં લાઈન નેટવર્કનું કામ પૂર્ણ થયાનું જણાવાઈ રહ્યું છે, જેના પગલે ટેસ્ટિંગ શરૂ કરાયું છે. પરંતુ ટેસ્ટિંગ દરમિયાન 
જ ગુરુદ્વારા પાસે પાણી રોડ પર વહી જતાં લાઈનની ગુણવત્તા અને જોડાણો અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. જવાબદારોનું કહેવું છે કે આગામી અઠવાડિયામાં ટેસ્ટિંગ દરમિયાન બહાર આવેલી ક્ષતિઓ દૂર કરાશે, પરંતુ પાણીનો વેડફાટ ઓછો થાય તે માટે કોઈ સ્પષ્ટ આયોજન દેખાતું નથી. આ સમગ્ર મામલે હવે તીખા આક્ષેપો અને ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગાંધીધામમાં નળ સે જળ યોજના હેઠળ ૧૩૦ કરોડના કામોઠેકેદારો  સહિતના મારફતે કાગળ પર જ થયા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો સવાલ છે કે ઘરોઘર પાણી પહોંચાડવા માટે શહેર-સંકુલમાં જોડાણો જરૂરી એવા મુખ્ય વાલ્વમાં જોડવામાં જ આવ્યા નથી અનેક વિસ્તારોમાં આપવામાં આવ્યા જ નથી, તો પછી ૧૩૦ કરોડ રૂપિયા શેના પેટે વાપરવામાં આવ્યા?કયા કામોને મંજૂરી અપાઈ, કોના નામે બિલો પાસ કરાયા, અને અડધા-અધૂરા કામોના બિલો કોના કહેવાથી મંજૂર થયા, તેની ત્રીજી સ્વતંત્ર એજન્સી મારફતે ઊંડી તપાસ થવી અત્યંત જરૂરી બની ગઈ છે. હથેળીમાં ચાંદ દેખાડવાની અને કાગળ પર વિકાસ બતાવવાની નીતિ હવે બંધ થાય તે જરૂરી બની રહ્યુ છે. હવે સંકુલની જાહેર જનતાનો સીધો પ્રશ્ન જ પુછે છે કે, જો ૧૩૦ કરોડ ખરેખર ખર્ચાયા હોય, તો શહેરમાં હજુ કેમ પાણી રોડ પર વહી રહ્યું છે?

Comments

COMMENT / REPLY FROM