ભુજમાં વિષ્ણુધર્મ સ્કૂલ ખાતે પ્રથમ વખત સ્પોટર્સ ડેનું આયોજન કરાયું
ભુજ-કચ્છઉદય : વિષ્ણુધર્મ સ્કૂલ (વીડીએસ)માં પ્રથમ વખત સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવેલ હતો. આ સ્પોર્ટ્સ ડેના મુખ્ય મહેમાન ભુજ તાલુકા પંચાયતના એજ્યુકેશન ઓફિસર નિલેશભાઈ ગોરનું સન્માન શાળાના ટ્રસટ્રી હિમાંશુભાઈ બારોટે કરેલ હતું. નિલેશભાઈ ગોરે ગેમની મશાલ પ્રગટાવી રમતને સ્ટાટ્ર્પ આપેલ હતો. શાળાના હેડ બોય જશ સોનીએ ભાગ લેનાર બાળકોને શપથ લેવડાવેલ હતા. આ પ્રસંગે વિધાર્થીઓએ માર્ચપાસ્ટ કરેલ. વિવિધ પ્રકારની ગેમોનું આયોજન કરેલ હતું. વિજેતા બાળકોને મેડલને સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા. શાળાના બાળકોએ સંસ્કૃતિ પ્રોગ્રામ રજુ આવ્યા હતા. શાળાના સ્પોટ્સ ટીચર સાહીલ ચાકીએ બાળકોને માર્ગદર્શન પૂરું પાડેલ હતો. આચાર્યા ગીતાબેન સોનીએ શાળાનો વાર્ષિક રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટી હિમાંશુ બારોટ તેમજ નીતિનભાઈ મહેતાએ બાળકોને અભિનંદન આપ્યા હતા. શાળાના એમ. ડી. હેતલબેન બારોટે બાળકોને શુભેચ્છા પાઠવી હતી. શાળાના સર્વે સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ જહેમત ઉઠાવી હતી.
--------

Comments