Trending News
સ્થાનિક સમાચાર

પ્રદેશ મહિલા કોંગ્રેસના આગેવાનો કચ્છના પ્રવાસે

02 January



ભુજ - કચ્છઉદય : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી યુવા મહિલા નેતા સુભાષીની યાદવ તથા મહિલાઓ પ્રશ્નો માટે સરકાર સામે સતત લડત ચલાવતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતા પટેલ શનિવાર, રવિવાર, સોમવાર ત્રણ દિવસ સુધી કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. શ્રી હુંબલે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રભારી તથા રાષ્ટ્રીય નેતા સુભાષીની યાદવ કચ્છ જિલ્લાની પ્રથમ વખત મુલાકાતે આવી રહ્યા છે. યુવાન, મહિલા તેમજ સ્પષ્ટ વક્તા તરીકે તેમણે ભારતના રાજકારણમાં પોતાની ઓળખ ઉભી કરી છે. તેમના ત્રણ દિવસના પ્રવાસમાં પક્ષના આગેવાનોને મળશે, ચૂંટણીલક્ષી વિચાર વિમર્શ કરશે, યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના હોદ્દેેદારોને પણ મળશે. કચ્છના શિક્ષણ, આરોગ્ય, નર્મદાના નીર, ખેડૂત, મહિલા, મુસ્લિમ, દલિત વર્ગના પ્રશ્નોથી વાકેફ થશે. તા.૪/૧ના સવારે ૧૧ કલાકે લોહાણા મહાજનવાડી, લક્ષ્મી બેકરી સામે, ભુજ ખાતે “જનસંવાદ” કાર્યક્રમ યોજશે. ત્યારબાદ સાંજે ૫ કલાકે અગ્રવાલ સમાજ ભવન, ગાંધીધામ ખાતે પણ “જનસંવાદ” કાર્યક્રમ યોજશે, જેમાં કચ્છની મહિલાઓ, યુવાનો જોડાશે તેમજ કચ્છના પ્રશ્નોને જાણી લડત ચલાવવા અને દિલ્હી સુધી પહોંચાડવાની જવાબદારી સ્વીકારશે તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ઉમેદવાર પસંદગી માટે કવાયત શરૂ કરશે. બંને કાર્યક્રમમાં જોડાવવા શ્રી હુંબલે કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનો, માજી ધારાસભ્યો, માજી સાંસદ, તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો, પાંખ સેલના પ્રમુખો, વિપક્ષના નેતાઓ, ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ સહીત કચ્છની જનતાને ઉપસ્થિત રહેવા આહ્‌વાન કર્યું છે. કોંગ્રેસ પક્ષ કચ્છના પ્રશ્નો માટે સતત આંદોલનો ચલાવ્યા છે હજુ પણ સતત આંદોલન અને લડત કોંગ્રેસ પક્ષ ચલાવશે એવું પ્રવક્તા અંજલી ગોરની યાદીમાં જણાવાયું છે.
-----

Comments

COMMENT / REPLY FROM