Trending News
સ્થાનિક સમાચાર

મોટા કપાયા પાસેથી રેતી ચોરી ઝડપાઈ

02 January



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા જિલ્લા કલેક્ટર દ્વારા રચવામાં આવેલ જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે વધુ એક ખનિજ ચોરી ઝડપી પાડી છે. તા.ર૯-૧રના જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે હાથ ધરેલ તપાસમાં મુંદરા તાલુકાના મોટા કપાયા પ્લોટ પ્લાઝા પાછળના ભાગે સાદી રેતીનું ખનન કરતા રોયલ્ટી વગર ભરેલી ટ્રક નંબર જી.જે.૦૬ એટી ર૪૩૮ જેના ડ્રાઈવર સુમરા રમીઝ રફીકભાઈ અને હિટાચી મશીન જેના ડ્રાઈવર શુભમ ચૌધરી અને તેના માલિક રાણુભા મંગુભા જાડેજા પાસેથી ૧૬.પ મેટ્રીક ટન સાદી માટીના જથ્થા સાથે કબ્જે કરી હતી. બન્ને ગાડી તથા ખનિજ સહિત અંદાજીત રૂા.૬પ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો, જે મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-----------------

Comments

COMMENT / REPLY FROM