CBI વર્તમાનમાં મુંદરા-કંડલા કસ્ટમ-ઝોનતંત્ર- DRI પર વોચ રાખી ત્રાટકે તો ઘણું બહાર આવે..!
કાસેઝ કારેલીયા બેનામી સંપત્તી કેસ તો હિમશાલીની ટોંચ માત્ર છે
પ્રિવેન્ટીવ ઓફીસર કક્ષાના અધિકારીઓ બહારથી આવી અને જાણે કે, જેસીબી-મશીનો લઈને જ ઉસેડવા મંડી પડે છે, જેટલું ભેગું થાય, જે રીતે થાય, કરી જ લ્યો, અનેકવીધ પાર્ટીઓને સાચા-ખોટા રસ્તાઓ પણ આવા પીઓ કક્ષાના જ અધિકારીઓ બતાવતા હોય છે, મુંદરા પોર્ટ-સેઝ, કંડલા પોર્ટ સેઝ, ડીઆરઆઈ-કસ્ટમ સહિતના વિભાગોમાં હાલના સમયના અમુક તત્વોના સીબીઆઈ કોલ રેકોર્ડ ચકે કરાવે, તો અ.ધ..ધ.. કરોડોની અપ્રમાણસર મિલ્કતો ધરાવતા કઈક અધીકારીઓના ભ્રષ્ટ ચહેરાઓ થાય બેનકામ : સાથોસાથ જ આવા ભ્રષ્ટ અધિકારીઓને લાંચ આપનારા અમુક તત્વો પણ ખુલ્લા પડે : લાંચ લેવી અને લાંચ દેવી બન્ને ગુનો બને છે..!
ગાંધીધામ : એકતરફ કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટચાર મુકત શાસન બનાવવાની દીશામાં અથાગ પ્રયાસો કરવામા આવી રહ્યા છે, તેમાં પણ દરીયાઈ વેપાર વાણીજય વધારે સુદ્રઢ ચાલે તે માટે ઓનલાઈન અને ફેશલેશ સિસ્ટામો પણ કાર્યરત કરેલી છે ઉપરાંત પણ દરીયાઈ વેપાર વાણીજય પારદર્શી રીતે ચાલે તે જોવાની જવાબદારી જેમના શીરે પ્રાથમીક રીતે રહેલી છે તે કસ્ટમવિભાગમાં જ લાંચનો લુણો કેટલી હદે વકરી ગયો હશે તેની વધુ એક વખત ચાડી ખાતો કિસ્સો કચ્છમા કાર્યરત કાસેઝ સલગ્ન એક અધિકારીને અપ્રમાણસર કેસમાં ફટકારેલી સજા બાદ ફરીથી સામે આવવા પામી રહી છે.
વર્ષ ર૦૧૩માં સીબીઆઈ દ્વારા ખાસ વિજિલન્સ ઝુંબેશ ચલાવેલી હતી જેમાં અમુક કસ્ટમના અધિકારીઓના મોબાઈલ નંબર રેકોર્ડીંગ પર મુકવામા આવ્યા હતા અને તે કેસ ચાલી જતા તાજેતરમાં જ સીબીઆઈના સ્પેશ્યલ ન્યાયાધીશશ્રી રાણાએ આ કિસ્સામાં ધાક બેસાડતો આદેશ આપી અને કાસેઝમાં તે વખતના અધિકારી કૌશિક કારેલીયાને પાંચ વર્ષની સખ્ત સજાનો હુકમ ફરમાવી દીધો છે. તેઓ પાસે આવકના પ્રમાણમાં ત્રણ ગણી બેનામી સંપત્તી સીબીઆઈના હથ્થે તે વખતે ચડી જવા પામી હતી. આ સમયે સંકુલનો ત્રસ્ત, ભોગગ્રસ્ત જાણકાર વર્ગ કહી રહ્યો છે કે, જે રીતે વર્ષ ર૦૧૩માં સીબીઆઈ ત્રાટકી અને કસ્ટમના ભ્રષ્ટ તત્વોની સામે સપાટા બેાલાવી ગઈ, તે જ રીતે ખરી જરૂર તો સીબીઆઈની કચ્છમાં ત્રાટકવાની હવે છે. હાલના કસ્ટમવીભાગ કંડલા-મુંદરા, ડીઆરઆઈ એકમ તથા ઝોનમાં કાર્યરત કસ્ટમના કેટલાક કર્મચારી-અધિકારીઓના ફરીથી ફોન ગુપ્ત રીતે રેકર્ડ પર રાખવાની તાતી જરૂરીયાત રહેલી છે. કહેવાય છે કે, જો આવુ ઓપરેશન સીબીઆઈ હાથ ધરશે તો કચ્છમાં જ કાર્યરત આવા અમુક પીઓ કક્ષાથી લઈ અને ઉચ્ચ અધિકારીઓ સુધીના લાંચના કેવા કેવા લુણા લગાડી બેઠા છે તેનો મોટો પર્દાફાશ થશે અને ધણુ બધુ બહાર આવી શકશે. કહેવાય છે કે, આવા અમુક ભ્રષ્ટ તત્વોની સંપત્તીતો બેનામી ઠીક મળશે જ મળશે પરંતુ આવા તત્વો પાસે જે મોટરબાઈક હશે તે પણ ૧૦થી ૧પ લાખની કિમંતોની મળી આવશે, અને જો મોટરસાયકલ આવા ભ્રષ્ટ કસ્ટમના સરકારી બાબુઓ લાખોની ફેરવતા હેાય તો મોટરકાર કેટલી આલીશાન વસાવી બેઠા હશે અને તેની સાથે અન્ય કેટકેટલી સંપત્તીઓ વસાવી બેઠા છે તે સહિતના મોટા ખુલાસા થશે. જાણકારો કહી રહ્યા છે કે, આવા ભ્રષ્ટ તત્વો હવે મોટાભાગે ગામડાઓમાં પ્રોપર્ટીઓ-જમીનો વસાવી રહયા છે. જરૂર છે કે, સીબીઆઈ કૌશિક કારેલીયા જેવી જ મોડસ ઓપરેન્ડી સાથે આવુ જ ગુપ્ત ઓપરેશન વર્તમાનમાં પણ હાથ ધરે.
............................
કેવી રીતે લાંચીયા કારેલીયાના ધર્મપત્ની
પણ સજાપાત્ર બની ગયા? આવો જાણીએ !
ગાંધીધામ : વર્ષર૦૧૩માં વિજિલન્સ વીકની સીબીઆઈ દ્વારા ઝુંબેશ હાથ ધરવામા આવી હતી જેમાં કેટલાક શંકાસ્પદ સરકારી અધિકારીઓના ટેલીફોન, મોબાઈલ નંબર રેકોર્ડીંગમાં મુકવામાં આવ્યા હતા. તે રેકોર્ડીંગ દરમ્યાન કાસેઝના પણ બે અધિકારીઓના મોબાઈલ રેકોર્ડ કરાયા હતા. જેમાથી એક હતા કૌશિક કારેલીયા. જયારે પાર્ટી સાથે લેવડદેવડની વાત થતી હતી તે સીબીઆઈએ કોલ રેકોર્ડીંગમાં પકડી લીધી હતી. જે અનુસંધાને કૌશિક કારેલીયાના ઘરે અને કચેરીમાં સીબીઆઈએ દરોડા પાડયા ત્યારે તેની કચેરીમાં દરોડો પડયો તે વખતે કૌશિક કારેલીયાએ ફોન કરી અને તેમના પત્નીને કહ્યુ હતુ કે, ઘરે જે દાગીતા અને રોકડ પડયા છે તે મિત્રના ઘરે મુકી આવ. તે વખતે પણ ફોન રેકોર્ડીંગ જ થતો હતો. સીબીઆઈ દ્વારા સીધા જ આ મિત્રના ઘરે ત્રાટકી અને સર્ચ હાથ ધરતા પ્રોપર્ટીના દસ્તાવેજો તથા ર૦ લાખ અંદાજીત રોકડા મળી આવ્યા હતા, જેમાં મત્રએ સ્ટેટ મેન્ટ આપી દીધુ હતુ કે, આ મારૂ નથી પુજાબેન કારેલીયા મારા ઘરે રાખી ગયા છે. અને તે રીતે કૌશિક કારેલીયાની સાથે તેના પત્ની પણ આ કેસમાં સજાપાત્ર બની ગયા છે.
’
..................
હજુ’ય કાસેઝ સલગ્ન જશરામ મીના લાંચ કેસમાં
પણ ટુંક સમયમાં થઈ શકે છે નવા કડાકા-ભડાકા
કૌશિક કારેલીયાના કેસ વખતે જ સીબીઆઈએ આ જશરામને પણ પ૦ હજારની લાંચ લેતા પકડયો હતો, જે કેસની સુનાવણી આગામી ૧રમી જાન્યુઆરે હાથ ધરવાની છે સંભાવના
ગાંધીધામ : તાજેતરમાં જ અમદાવાદ સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે કાસેઝ સલગ્ન કસ્ટમના તે વખતના કૌશિક કારેલીયાની સામે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે ત્યારે હવે જાણકારો કહે છે કે આ જ સમયકાળના બીજો કેસ પણ કાસેઝના જશરામ મીનાનો ચાલી જ રહ્યો છે અને તેમાં પણ ટુંક સમયમાં નવા કડાકા ભડાકા થવા પામી શકે તેમ છે. વાત સહેજ વિગતે કરીએ તો જશરામ મીના જે તે દીવસે ગાડી લઈ અને ઝોનની એક કંપનીમાં ગયો હતો. આ ઈન્ટરનેશનલ નામની કંપનીના તે વખતના એક ભાગીદાર મહેન્દ્રભાઈ હતા તેમનાથી પ૦ હજારની રકમ સ્વીકારી અને એક કવરમાં નાખી અને કંપનીની બહાર આવતા જ જેમ ગાીમાં બેઠો કે તેને સીબીઆઈએ રંગે હાથ પકડી પાડયો હતો. એટલુ માત્ર નહી પણ સીબીઆઈ દ્વારા તે વખતે લાંચ આપનાર મહેન્દ્રની પણ ધરપકડ કરી હતી. જાણકારો કહી રહ્યા છે કે આ કેસની તપાસ પણ નિર્ણાયક તબક્કા પર ચાલી રહી છે અને આગામી ૧રમી જાન્યુઆરીના તે મામલે વધુ સુનાવણી હાથ ધરવામા આવનાર છે.

Comments