Trending News
સ્થાનિક સમાચાર

હિન્દીની બાળપોથીથી તીસરી પરીક્ષાનું જાહેર થતું સો ટકા પરિણામ

01 January



ભુજ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ રાજકોટ દ્વારા ભુજ કેન્દ્રમાં સપ્ટેમ્બર ૨૦૨૫માં લેવાયેલી હિન્દીની બાળપોથી, પહલી, દુસરી અને તીસરી પરીક્ષાઓનું પરિણામ જાહેર થતાં સો ટકા આવ્યું હોવાનું કેન્દ્રના સંચાલક વિભાકરભાઈ એન.અંતાણીએ જણાવ્યું હતું. બાળપોથીમાં પ્રથમ નંબરે હેન ખેતનભાઇ ગઢવી, મીનેશ આશાભાઈ રબારી, શ્રીયા અલ્પેશભાઈ ગાંધી, રાજલબેન રામભાઈ ગઢવી, માહી આલોક ધોળકિયા, નૂરે ફાતિમા આદમ ખત્રી દ્વિતીય સ્થાને, જ્યારે તૃતીય સ્થાને મિહિર નિલયભાઈ ખોલિયા, નિખત જમીન હુસેન ખત્રી આવેલ હોવાનું જાણવા મળેલ છે.  પહલીમાં પ્રથમ સ્થાને હીત્વેશાબા નરેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે દ્વિતીય સ્થાને મહેક દીપકભાઈ રાજગોર, રોશની કરણીદાન ગઢવી આવેલા છે તો તૃતીય સ્થાને જિનાલી જગદીશભાઈ ગુસાઈ, ગીતિકા કુલદીપભાઈ પટેલ અને મીરા દિપેશભાઈ બાલા આવેલ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
દુસરી પરીક્ષામાં પ્રથમ સ્થાને માનસીબા જટુબા જાડેજા જ્યારે દ્વિતીય સ્થાને અજય નલિનકાંત હાથી તેમજ તૃતીય સ્થાને રાજેશ ખેમચંદાની, તીસરીની પરીક્ષામાં સંકલ્પ સંજયભાઈ વૈષ્ણવ તેમજ સુમન પ્રકાશભાઈ જેઠીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દ્વિતીય સ્થાને પલવી લક્ષ્મણભાઈ સુમેશરા, જ્યારે તૃતીય સ્થાને હિર હરેશભાઈ જોશી રહ્યા હતા. ઉતીર્ણ થયેલા તમામ બાળકોનું વિશેષ બહુમાન ટૂંક સમયમાં કરવામાં આવશે. સંસ્થાના જયશ્રીબેન હાથી, ડો. સત્યપ્રસાદદાસજી સ્વામી, રત્નાકરભાઈ ધોળકિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા. આ વર્ગનું સંચાલન આશાબેન સ્વાદિયા અને દર્શનાબેન મુનશીએ કર્યું હતું. અત્રે નોંધવું જરૂરી છે કે, કચ્છમાં ૧૯૫૨થી આજ દિન સુધી આ પરીક્ષાઓ અખંડ લેવાય છે, તે ગૌરવની વાત છે. આગામી ફેબ્રુઆરી ૨૦૨૬ની પરીક્ષાના ફોર્મ ભરવાનું ચાલુ હોવાથી પાઠશાળાનો સાંજે ૬ થી ૭.૩૦ કલાક દરમિયાન સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
----------

Comments

COMMENT / REPLY FROM