ટ્રેનોની ગતિમાં વધારો થતા ૧ જાન્યુઆરીથી પ્રવાસીઓનો પ થી ૪૦ મિનિટનો બચશે સમય
ભુજ, સામખિયાળી, ગાંધીધામ સહિતના સ્થળોએથી ઉપડતી ટ્રેનોના અમદાવાદ પહોંચવાના સમયમાં ફેરફાર કરાયો
ભુજ - કચ્છ ઉદય : રેલવે દ્વારા ટ્રેનોની સ્પીડમાં વધારો કરવામાં આવતા મુસાફરો તેના ગંતવ્યસ્થાને વધુ ઝડપે પહોંચી શકશે. આ બાબતે મળતી વિગતો મુજબ રેલવેના અમદાવાદ વિભાગમાં ૧ જાન્યુઆરીથી નવો સમય લાગુ થવા જઈ રહ્યો છે. ૮પ ટ્રેનોની ઝડપમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી સરેરાશ પ થી ૪૦ મિનિટ સુધી પ્રવાસીઓ વહેલા પહોંચી શકશે. ગાંધીધામ, સામખિયાળી, ભુજ સહિતના સ્ટેશનોએ ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે. ટ્રેન નં.રર૪૮૪ ગાંધીધામ ભગત કી કોઠી એક્સપ્રેસ ગાંધીધામથી ૯ઃ૪૦ ના બદલે ૯ઃ૩૦ ના ઉપડશે. આ ઉપરાંત ટ્રેન નં.ર૦૯૮૩ ભુજ - દિલ્હી સરાઈ રોહીલા ટ્રેન પાલનપુર સ્ટેશને ર૩ઃ૦૭ ના બદલે ર૩ઃ૦૩ ના પહોંચશે અને દિલ્હીથી સરાઈ રોહીલા ભુજ ટ્રેન પાલનપુરમાં સવારે ૪ઃ૦પ ના બદલે ૩ઃપપ ના પહોંચશે. ટ્રેન નં.૧૪૩૧૧ બરેલી-ભુજ વિરમગામ સ્ટેશને ૩ઃ૩૦ ના બદલે પ મિનિટ વહેલા ૩ઃરપ ના પહોંચી બે મિનિટ હોલ્ડ કરશે.આ ઉપરાંત ટ્રેન નં.૧ર૯૯૪ પુરી-ગાંધીધામ ટ્રેન ધ્રાંગધ્રા સ્ટેશને ૮ઃ૧૭ ના બદલે ૮ઃ૧ર, ટ્રેન નં.૧૪૩૧૧ બરેલી-ભુજ હળવદ સ્ટેશને ૬ઃ૦પ ના બદલે ૬ઃ૦૦, માળિયા-મિયાણા સ્ટેશને ૬ઃ૪૩ ના બદલે ૬ઃ૩૭, ટ્રેન નં. રર૪૮૪ ગાંધીધામ ભગત કી કોઠી સામખિયાળી સ્ટેશને રરઃર૬ ના બદલે રરઃ૧પ, ટ્રેન નં. ર૦૯૮૪ દિલ્હી સરાઈ રોહીલા ગાંધીધામ સ્ટેશને ૯ઃ૦પ ના બદલે ૯ઃ૦૦, ભીલડી સ્ટેશને ૧૧ઃ૧૦ ના બદલે ૧૧ઃ૦૦, ટ્રેન નં.ર૦૯૮૪ દિલ્હી સરાઈ રોહીલા- ભુજ ભાભર સ્ટેશને પઃર૪ ના બદલે પઃ૦૮, ટ્રેન નં.ર૦૯૦૮ ભુજ-દાદર અમદાવાદ સ્ટેશને હવેથી ૧૦ મિનિટ ઊભી રહેશે. ટ્રેન નં.૧૬પ૦પ ગાંધીધામ - બેંગ્લોર ટ્રેન અમદાવાદ સ્ટેશને ૧૩ઃપ૦ ના બદલે ૧૩ઃપપ ને પહોંચશે, જ્યારે રિટર્નમાં ટ્રેન નં.૧૬પ૦૬ વિરમગામ સ્ટેશે ૬ઃ૩૬ ના બદલે ૬ઃ૪૮, ધાંગધ્રામાં ૭ઃ૩૧ ના બદલે ૭ઃ૪પ, સામખિયાળીમાં ૯ઃર૮ ના બદલે ૯ઃ૩પ, ગાંધીધામમાં ૧૦ઃપ૦ ના બદલે ૧૦ઃપપ ના પહોંચશે. રેલવે વિભાગે જણાવ્યું છે કે, નવો સમય પત્રક ૧ જાન્યુઆરીથી અમલમાં આવી ગયો છે. વધુ માહિતી માટે પ્રવાસીઓ રેલ પુછપરછ નં.૧૩૯ અથવા વેબસાઈટ પર સંપર્ક કરી શકે છે.
.......
ડે.સીએમશ્રી હર્ષ સંઘવીને ગાંધીધામ વાયબ્રન્ટ સમિટમાં
પધારવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સનું આમંત્રણ..!
ગાંધીધામ : ગુજરાત રાજયના ઔદ્યોગીક વિકાસને વેગવાન બનાવવાની દીશામાં રાજય સરકાર દ્વારા રાજકોટ મધ્યે આગામી દીવસોમાં રીજીયોનલ વાયબ્રન્ટ સમીટનું મહત્વકાંક્ષી આયોજન કરવામાં આવી રહ્યુ છે જેમાં અલગ અલગ પ્રકારના વિવિધ ક્ષેત્રોના મોટા રોકાણો વધુ એક વખત ગુજરાતની વિકાસને નવી દીશા આપશે. આગામી ૧૦મીએ રાજકોટ મધ્યે યોજાનારી વાયબ્રન્ટ સમીટ પહેલા કચ્છમાં જિલ્લાકક્ષાની વાયબ્રન્ટ સમીટનું આયોજન પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ મધ્યે દબદબાભેર કરવામા આવનાર છે. આ વાયબ્રન્ટ સમીટ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ તથા જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામા આવી રહ્યો છે. ગાંધીધામ મધ્યે યોજાનારી જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમીટમાં ઉપસ્થિત રહી પ્રસંગને દૈદિપ્યમાન બનાવવા, પ્રેરણાત્મક ગતી આપવા માટે મુખ્યપ્રધાનશ્રીને અગાઉ આમંત્રણ આપ્યા બાદ તાજેતરમાં જ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો મહેશભાઈ પુંજ, તેજાભાઈ કાનગડ, મહેશભાઈ તીર્થાી સહિતનુ પ્રતિનિધિમંડળ રાજયના વાયબ્રન્ટ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળી અને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યુ હતુ. આ વેળાએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વાયબ્રન્ટ સમિટને લઈને મળેલા પ્રતિસાદની માહીતોઓ મેળવી અને રાજયના ઔદ્યોગીક વિકાસને શિરમોર બનાવવા સરકાર ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓની સદાય સાથે જ છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
..................
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં ઔદ્યોગિક ક્રાંતિનો થશે શંખનાદ
બીજી જાન્યુઆરીએ યોજાશે જિલ્લા કક્ષાની ભવ્ય વાઇબ્રન્ટ સમિટ : વૈશ્વિક બજાર અને ટેકનોલોજીનો સંગમ : ફીસરીઝ, ખેતી, ડેરી અને પ્રવાસન ક્ષેત્રે યોજાશે વિશેષ ટેકનિકલ સેશન્સ : કચ્છની ખનિજ સંપત્તિને ધ્યાનમાં રાખીને માઈનિંગ ક્ષેત્ર માટે પણ એક વિશિષ્ટ સેશનનું આયોજન
ગાંધીધામ - કચ્છઉદય : ગુજરાત સરકારના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના અભિગમને આગળ ધપાવતા આગામી બીજી જાન્યુઆરીના રોજ કચ્છના ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ કચ્છ જિલ્લામાં નવા રોકાણો આકર્ષવા, સ્થાનિક કલા-કૌશલ્યને પ્રોત્સાહન આપવું અને જિલ્લાના ઔદ્યોગિક માળખાને વધુ મજબૂત બનાવવાનો છે. ખાસ કરીને માઈનિંગ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સમાં નવી ટેકનોલોજીના ઉપયોગ અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવામાં આવશે. આ સમિટમાં કચ્છ જિલ્લાની આર્થિક અને ઔદ્યોગિક ક્ષમતાઓને પ્રદર્શિત કરવા માટે વિવિધ મહત્વપૂર્ણ સેશનો રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને ફીસરીઝ, હેન્ડીક્રાફ્ટ, ખેતી, ટુરીઝમ, ડેરી અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ જેવા પાયાના ક્ષેત્રો પર ટેકનિકલ સેશનો યોજાશે, જેનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાનો છે. આ ઉપરાંત કચ્છની ખનિજ સંપત્તિને ધ્યાનમાં રાખીને માઈનિંગ ક્ષેત્ર માટે પણ એક વિશિષ્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આધુનિક ટેકનોલોજી અને ભવિષ્યની તકો વિશે ચર્ચાઓ કરવામાં આવશે. આ સમિટમાં ઉદ્યોગ જગતનો ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં કુલ ૭૦૦ જેટલા ઉદ્યોગ જૂથો સામેલ થવાના છે. જેમાં ૧૫૦ થી વધુ મોટી ઇન્ડસ્ટ્રીઝ પોતાની હાજરી નોંધાવશે. ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં એમએસએમઈ પ્રકારના પાંચ સોથી વધુ ઉદ્યોગ જૂથો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સમિટના માધ્યમથી જિલ્લામાં નવા મૂડીરોકાણો લાવવા અને સ્થાનિક કક્ષાએ રોજગારીની વિપુલ તકો ઉભી કરવા માટેનું એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ આયોજનથી કચ્છના ઔદ્યોગિક વિકાસને એક નવી દિશા અને વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Comments