Trending News
સ્થાનિક સમાચાર

કવીઓ જૈન મહાજન ભુજ અને એમ્સ હોસ્પિટલ માંડવીના સંયુકત ઉપક્રમે મેડીકલ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે 

30 December



ભુજ - કચ્છઉદય : કવીઓ જૈન મહાજન ભુજ અને એમ્સ હોસ્પિટલ માંડવીના સંયુકત ઉપક્રમે આગામી ર-૧-ર૦ર૬ના હાંડકા તથા ઘૂંટણ અને થાપાના સાંધાના રોગના વિનામુલ્યે મેગા મેડીકલ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
અનશનવ્રતધારી જૈન સમાજરત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી અને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલીત રતનશી ટોકરશી વોરા મેડીકલ ચેકઅપ સેન્ટર ભુજ મધ્યે એમ્સ હોસ્પિટલ માંડવીના સંયુકત ઉપક્રમે આગામી તા.૨-૧-૨૬ને શુક્રવારે સવારે ૯.૩૦ થી ૧ સુધી હાડકાંના તમામ રોગ અને ધુંટણ તથા થાપાના, સાંઘાના રોગના નિદાન અને સારવારના નિઃશુલ્ક નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. 
આ મેડીકલ કેમ્પ વિશે વધ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના જણાવ્યાનુસાર અમારી સંસ્થા દ્વારા ઘણા વરસોથી જે નિષ્ણાંત ડોકટરની સેવા કચ્છમાં ઉપલબ્ધ નથી તેવા સુપર નિષ્ણાંત ડોકટરોને મુંબઈ કે અમદાવાદ, રાજકોટથી સ્થાનિકે બોલાવીને નિઃશુલ્ક નિદાન કેમ્પનું અવારનવાર આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં આગામી તા.ર-૧-ર૬ને શુક્રવારે સવારે ૯.૩૦ થી ૧ સુધી રાજકોટના સુપર નિષ્ણાંત એમ.એસ.ઓર્થાપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ.પારસ મોટવાણી પોતાની સેવા નિઃશુલ્ક આપશે.
વધુ માહિતી આપતા એમ્સ હોસ્પિટલ, માંડવીના ડો. કૌશિક શાહે જણાવ્યુ હતું કે આ મેડીકલ કેમ્પમાં દરેક પ્રકારના હાડકાના ફેક્ચરના ઓપરેશન, કમર અને મણકાની તકલીફ, ઘૂંટણના અને થાપાના સાંધાની બિમારીનું નિદાન અને સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં જરૂરતમંદ દર્દીઓને એકસ-રે નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ મેડીકલ કેમ્પમમાં ઉપરોકત બિમારીના વધુ સારવાર લાયક દર્દીઆના આપરેશન માંડવીની એમ્સ હોસ્પિટલ મધ્યે આયુષ્માન ભારત કાર્ડ યોજના અંતગર્ત ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. કેમ્પમાં બતાવવા આવનાર દર્દીઓએ પોતાના જુના તમામ રીપોર્ટ સાથે લાવવા. નામ નોંધાવવા માટે ૯૦રદર ૫૫૩૧૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.
---------

Comments

COMMENT / REPLY FROM