મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભુજ યુવા પાંખ દ્વારા યોજાઇ સુપર સેવન ક્રિકેટ ટુર્નામેન્ટ
ટુર્નામેન્ટમાં નાના બાળકો, યુવાનોની ૮ ટીમ, બહેનોની ૪ ટીમે એમ કુલ ૧૧૦ લોકોએ ભાગ લીધો
ભુજ - કચ્છઉદય : તાજેતરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ યુવા પાંખ દ્વારા આયોજિત મોઢ પ્રીમિયર લીગ સિઝન ૧ સુપર સેવન ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫માં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં કુલ આઠ ફ્રેન્ચાઈઝી જેમાં દ્વિજ ટીમ, ગોર ટીમ, ત્રવાડી ટીમ, આઈબી ફાઈનાન્સ, મહાદેવ ટીમ, દવે ટીમ, ઉપાઘ્યાય ટીમ, રચના ઇન્ટિરિયર ટીમે ભાગ લીધો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ. ભુજ તાલુકા બ્રહસમાજ પ્રમુખ અને જ્ઞાતિ અગ્રણી રવીન્દ્રભાઈ ત્રવાડી તથા યુવા પાંખ ટીમ દ્વારા સુંદર આયોજન બદલ સરાહના કરી હતી.
ટુર્નામેન્ટ આપણી જ્ઞાતિ આપણું કુટુંબની ભાવનાથી યોજવામાં આવી હતી. જ્ઞાતિના વડીલો, યુવાઓ, બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. ટુર્નામેન્ટમાં ટ્રોફીનાં દાતા સ્વ. જેન્તાબેન રમેશચંદ્ર ત્રિપાઠી હસ્તે સંજયભાઈ ત્રિપાઠી અને રાજીવભાઈ ત્રિપાઠી પરિવાર રહ્યા હતા. ભાઈઓમાં વિજેતા મહાદેવ ટીમ, ઉપ વિજેતા આરબી ફાઈનાન્સ ટીમ, બહેનોમાં વિજેતા વિધ્નહર્તા ટીમ અને ઉપવિજેતા ખાટુશ્યામ ટીમ રહી હતી. ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝ પર્વ ભટ્ટ, બેસ્ટ બેટ્સમેન નિમિષ ભટ્ટ, બેસ્ટ બોલર રચિત દવે, બેસ્ટ ફિલ્ડર નિગમ ઉપાઘ્યાય રહ્યા હતા. દરેક મેચમાં મેેન ઓફ ધી મેચના દાતા રાઘવ ભટ્ટ રહ્યા હતા.
આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સૌ જ્ઞાતિજનો, દાતાઓ, જ્ઞાતિ પ્રમુખ આશિષ ત્રવાડી, વિશાલ ભટ્ટ, હરેશ ઉપાધ્યાય, વિનયભાઈ દવે, મહિલા મંડળ નલીનીબેન ભટ્ટ, રીટાબેન ભટ્ટ, યુવા પાંખ પ્રમુખ કુલદિપ ગોર, નિમિષ ભટ્ટ, જય ભટ્ટ, હેમલ ઉપાધ્યાય, કૃતાર્થ ભટ્ટે સહયોગ આપ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન સુદર્શભાઈ ભટ્ટે કર્યું હતું.
-----

Comments