ટ્રેનોની ગતિમાં વધારો થતા ૧ જાન્યુઆરીથી પ્રવાસીઓનો પ થી ૪૦ મિનિટનો બચશે સમય
ભુજ, સામખિયાળી, ગાંધીધામ સહિતના સ્થળોએથી ઉપડતી ટ્રેનોના અમદાવાદ પહોંચવાના સમયમાં ફેરફાર કરાયો
ભુજ - કચ્છ ઉદય : રેલવે દ્વારા ટ્રેનોની સ્પીડમાં વધારો કરવામાં આવતા મુસાફરો તેના ગંતવ્યસ્થાને વધુ ઝડપે પહોંચી શકશે. આ બાબતે મળતી વિગતો મુજબ રેલવેના અમદાવાદ વિભાગમાં ૧ જાન્યુઆરીથી નવો સમય લાગુ થવા જઈ રહ્યો છે. ૮પ ટ્રેનોની ઝડપમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી સરેરાશ પ થી ૪૦ મિનિટ સુધી પ્રવાસીઓ વહેલા પહોંચી શકશે. ગાંધીધામ, સામખિયાળી, ભુજ સહિતના સ્ટેશનોએ ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે. ટ્રેન નં.રર૪૮૪ ગાંધીધામ ભગત કી કોઠી એક્સપ્રેસ ગાંધીધામથી ૯ઃ૪૦ ના બદલે ૯ઃ૩૦ ના ઉપડશે. આ ઉપરાંત ટ્રેન નં.ર૦૯૮૩ ભુજ - દિલ્હી સરાઈ રોહીલા ટ્રેન પાલનપુર સ્ટેશને ર૩ઃ૦૭ ના બદલે ર૩ઃ૦૩ ના પહોંચશે અને દિલ્હીથી સરાઈ રોહીલા ભુજ ટ્રેન પાલનપુરમાં સવારે ૪ઃ૦પ ના બદલે ૩ઃપપ ના પહોંચશે. ટ્રેન નં.૧૪૩૧૧ બરેલી-ભુજ વિરમગામ સ્ટેશને ૩ઃ૩૦ ના બદલે પ મિનિટ વહેલા ૩ઃરપ ના પહોંચી બે મિનિટ હોલ્ડ કરશે.
આ ઉપરાંત ટ્રેન નં.૧ર૯૯૪ પુરી-ગાંધીધામ ટ્રેન ધ્રાંગધ્રા સ્ટેશને ૮ઃ૧૭ ના બદલે ૮ઃ૧ર, ટ્રેન નં.૧૪૩૧૧ બરેલી-ભુજ હળવદ સ્ટેશને ૬ઃ૦પ ના બદલે ૬ઃ૦૦, માળિયા-મિયાણા સ્ટેશને ૬ઃ૪૩ ના બદલે ૬ઃ૩૭, ટ્રેન નં. રર૪૮૪ ગાંધીધામ ભગત કી કોઠી સામખિયાળી સ્ટેશને રરઃર૬ ના બદલે રરઃ૧પ, ટ્રેન નં. ર૦૯૮૪ દિલ્હી સરાઈ રોહીલા ગાંધીધામ સ્ટેશને ૯ઃ૦પ ના બદલે ૯ઃ૦૦, ભીલડી સ્ટેશને ૧૧ઃ૧૦ ના બદલે ૧૧ઃ૦૦, ટ્રેન નં.ર૦૯૮૪ દિલ્હી સરાઈ રોહીલા- ભુજ ભાભર સ્ટેશને પઃર૪ ના બદલે પઃ૦૮, ટ્રેન નં.ર૦૯૦૮ ભુજ-દાદર અમદાવાદ સ્ટેશને હવેથી ૧૦ મિનિટ ઊભી રહેશે. ટ્રેન નં.૧૬પ૦પ ગાંધીધામ - બેંગ્લોર ટ્રેન અમદાવાદ સ્ટેશને ૧૩ઃપ૦ ના બદલે ૧૩ઃપપ ને પહોંચશે, જ્યારે રિટર્નમાં ટ્રેન નં.૧૬પ૦૬ વિરમગામ સ્ટેશે ૬ઃ૩૬ ના બદલે ૬ઃ૪૮, ધાંગધ્રામાં ૭ઃ૩૧ ના બદલે ૭ઃ૪પ, સામખિયાળીમાં ૯ઃર૮ ના બદલે ૯ઃ૩પ, ગાંધીધામમાં ૧૦ઃપ૦ ના બદલે ૧૦ઃપપ ના પહોંચશે. રેલવે વિભાગે જણાવ્યું છે કે, નવો સમય પત્રક ૧ જાન્યુઆરીથી અમલમાં આવી ગયો છે. વધુ માહિતી માટે પ્રવાસીઓ રેલ પુછપરછ નં.૧૩૯ અથવા વેબસાઈટ પર સંપર્ક કરી શકે છે.
--------

Comments