Trending News
સ્થાનિક સમાચાર

આવક કરતા વધુ સંપત્તિ કેસમાં સીબીઆઈ કોર્ટનો કડક ચુકાદો : કાસેઝના તત્કાલીન પી.ઓ.ને પાંચ વર્ષની સખ્ત કેદની સજા લોભ-લાલચથી પ્રેરિત જાહેર સેવક રાજ્ય કે જનતાની અસરકારક સેવા કરી શકતો નથી : કોર્ટ

30 December

સમાજ માટે દાખલારૂપ સંદેશો



ગાંધીધામ : આવક કરતા વધુ અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવાના ગંભીર કેસમાં અમદાવાદ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના તત્કાલીન પ્રિવેન્ટિવ ઓફિસર તથા ભાવનગર સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ્સ વિભાગના પૂર્વ ઇન્સ્પેક્ટર કૌશિક અનંતરાય કારેલીયાને પાંચ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૯૩ લાખના દંડની સજા ફટકારી છે.આ ઉપરાંત, આરોપીની પત્ની છપૂજા કારેલીયાને પણ એક વર્ષની કેદ અને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદો સીબીઆઈ સ્પેશિયલ જજ શ્રી ડી.જી. રાણા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.કોર્ટએ પોતાના મહત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું હતું કે, જાહેર સેવકને રાજ્ય દ્વારા 
સોંપવામાં આવેલી સત્તા સાથે સત્યનિષ્ઠા, આત્મસંયમ અને પ્રમાણિકતા જેવી મૂલ્યો જોડાયેલા હોય છે. જો જાહેર સેવક આ મૂલ્યોથી ભટકે છે તો તે માત્ર વ્યક્તિગત ચારિત્ર્યને નહીં પરંતુ જાહેર વિશ્વાસ અને શાસન વ્યવસ્થાના પાયાને ગંભીર નુકસાન પહોંચાડે છે.કોર્ટએ ભગવતગીતાના ૧૯મા અધ્યાયનો સંદર્ભ આપતાં જણાવ્યું હતું કે, જાહેર સેવકનું વર્તન સમાજ માટે નૈતિક દિશાસૂચક બનવું જોઈએ. અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવી માત્ર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો જ નથી, પરંતુ તે બંધારણીય મૂલ્યો અને આર્થિક ન્યાય સામે ગંભીર ખતરા સમાન છે. ચુકાદામાં કોર્ટએ સ્પષ્ટ કહ્યું હતું કે, જાહેર સેવા પસંદ કરનાર વ્યક્તિએ કાયદેસર મળતા મહેનતાણાં સિવાય પોતાની માનસિકતા વ્યક્તિગત સંપત્તિ સંગ્રહ નહીં પરંતુ સમાજની સેવા તરફ કેન્દ્રિત રાખવી જોઈએ. લોભ અને લાલચથી પ્રેરિત જાહેર સેવક રાજ્ય કે જનતાની અસરકારક રીતે સેવા કરી શકતો નથી. કેસના ટ્રાયલ દરમિયાન સીબીઆઈના સ્પેશિયલ કાઉન્સેલ શ્રી ગીરીશ નારાયણ પાંડેએ અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, આરોપી કૌશિક કારેલીયા કંડલા જીઈઢમાં કસ્ટમ્સ 
અપેઝર-પ્રિવેન્ટિવ ઓફિસર તરીકે તેમજ ભાવનગર સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરી ૧૮૩ ટકા જેટલી અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ બાબતે સીબીઆઈ દ્વારા તા. ૨૦-૦૩-૨૦૧૩ના રોજ ગુનો નોંધાવી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.સીબીઆઈએ દલીલ કરી હતી કે, આ પ્રકારના ગુનાઓ સમાજમાં જાહેર સેવકના હોદ્દાને ના છાજે એવો ખોટો સંદેશો ફેલાવે છે. સમાજમાં ભ્રષ્ટાચારના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને કોર્ટએ દાખલારૂપ સજા ફટકારવી જરૂરી હોવાનું માની સીબીઆઈની દલીલો માન્ય રાખી 
આરોપીઓને કાયદા મુજબ કડક સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો.



 

Comments

COMMENT / REPLY FROM