કચ્છ જિલ્લા વાયબ્રન્ટ સમિટમાં ૧૦ હજાર કરોડના એમઓયુનો લક્ષ્યાંક
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને રાજયના ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ મંત્રી ત્રીકમભાઈ છાંગા સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મહેશભાઈ પુંજ- તેજાભાઈ કાનગડ, કેશુભાઇ પટેલ, પ્રધ્યુમનસિંહ જાડેજા,મહેશભાઇ તીથાણી સહિતના પ્રતિનિધિમંડળે કચ્છ વાયબ્રન્ટ સમીટમાં પધારવા આપ્યું આમંત્રણ
ગાંધીધામ મનપા બનતા વધુ વિકાસલક્ષી રોકાણ પ્રકલ્પો ગાંધીધામમાં જ આવવાની શકયતા
ગાંધીનગરઃ કચ્છ જિલ્લામાં આગામી ૨ અને ૩ જાન્યુઆરીના રોજ યોજાનાર જિલ્લા વાઇબ્રન્ટ સમિટ અંગે આજે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પુંજી સહિત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છંગાને આમંત્રણ પાઠવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરીના રોજ રિજયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજનારી છે તે પૂર્વે કચ્છ જિલ્લામાં આગામી ૨ થી ૩ જાન્યુઆરીના રોજ યોજાનાર કચ્છ જિલ્લા વાઇબ્રન્ટ સમિટ ના ઉદ્ઘાટન માટે આજે રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા ની આગેવાનીમાં ગાંધીધામ ચેમ્બર્સના પ્રમુખ મહેશભાઈ પુંજ, તેજાભાઈ કાનગડ મહેશભાઈ તીર્થાણી તેમજ ભુજના ધારાસભ્ય કેશુભાઈ
પટેલ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આમંત્રણ પાઠવ્યું હતું. કચ્છ જિલ્લામાં આગામી ૨ થી ૩ જાન્યુઆરી દરમિયાન યોજનારી કચ્છ જિલ્લા વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ ક્ષેત્રોના નાના મોટા ઉદ્યોગકારો દ્વારા અંદાજે રૂપિયા ૧૦ હજાર કરોડના ઔદ્યોગિક મૂડી રોકાણ માટેના એમઓયુ સાઇન કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આ કોન્ફરન્સના એક ભાગરૂપે કચ્છ જિલ્લામાં એક મહત્વપૂર્ણ જિલ્લા કક્ષાના ઔધોગિક વિકાસ હેઠળ આ પ્રોજેક્ટ અન્વયે રોકાણ અર્થે મોટા પ્રોજેક્ટ અહીં આવી રહ્યા છે તે માટે જિલ્લા પ્રશાસન અને ગાંધીધામ ચેમ્બર આ વાઇબ્રન્ટ કચ્છ-૨૦૨૬ના કોન્ફરન્સ ની સફળતા માટે ઇવેન્ટ પાર્ટનર તરીકે જોડાઈને આ વાઇબ્રન્ટ કચ્છની કોન્ફરન્સને સફ બનાવવા સંયુક્ત રીતે કાર્ય કરી રહેલ છે. કચ્છ જિલ્લો રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રનો અતિ મહત્વપૂર્ણ જિલ્લો છે જે રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સ્ટીલ ,સિમેન્ટ સોલ્ટ ,કેમિકલ અને લોજિસ્ટિક ક્ષેત્રના અનેક ઉદ્યોગો ધરાવતો હોય તથા કચ્છ જિલ્લાના ત્રણ મહાબંદરો કાસેજ, કંડલા ખાતે આકાર લઈ રહેલ મેગા કન્ટેનર ટર્મિનલ ચીન હાઈડ્રોજન ઉદ્યોગના કારણે કચ્છમાં આવનારા પ થી ૭ વર્ષ ના સમયમાં પ થી ૬ લાખ કરોડના નવા રોકાણોની સંભાવનાઓ રહેલી છે. તેથી જિલ્લા કક્ષાની આ વાઇબ્રન્ટ કોન્ફરન્સ કચ્છ જિલ્લા અને સંભવિત ઉદ્યોગોના રોકાણ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
તેવું ચેમ્બર ઓફ કોમસૅનાપ્રમુખ મહેશભાઇ પુંજની યાદીમાં જણાવાયુ છે.

Comments