વરિષ્ઠ જ્ઞાતિજને પોતાની તમામ મિલકત નાગર જ્ઞાતિને અર્પણ કરી
ભુજ : અહીંના વરિષ્ઠ નાગર જ્ઞાતિ અગ્રણી સ્વ. સુરેશભાઈ ઝવેરીલાલ ધોળકિયાનું તાજેતરમાં અવસાન થયું હતું. એમણે પોતાના અવસાન અગાઉ શહેરના શિવમ્ પાર્ક ખાતે આવેલું પોતાનું રહેણાંકનું મકાન, પોતાની બેંકમાં રહેલી તમામ ફીક્સ ડીપોઝીટ તથા બચત ખાતામાં રહેલી તમામ રોકડ સહિત પોતાની તમામ મિલકત વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ, ભુજને અર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. તેમની આ ભાવનાની સમગ્ર નાગર જ્ઞાતિએ કદર કરી સ્વ. સુરેશભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
------

Comments