કલેકટર પર ઈડીની તવાઈ ગુજરાતનો પ્રથમ કિસ્સો : કચ્છના મહેસુલતંત્રમાં પણ સાફસફાઈની તવાઈ કયારે?
સરકારી તંત્રમાં ભારે ખળભળાટ : સુરેન્દ્રનગરમાં ઈડી ની ત્રાટકથી મહેસૂલ તંત્રમાં હડકંપ : કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદારના ઘરેએ પાડયા દરોડા : ઈડી ત્રાટકી રહી છે ત્યારે સવાલો થઈ રહ્યા છે કે, મહેસુલતંત્રમાં રાજયમાં જંગલરાજ જ સ્થપાયેલો છે કે શું? ભુકંપ બાદ રાજયનુ ગ્રોથ એન્જીન બનેલ કચ્છમાં પણ મહેસુલીતંત્રમાં ઠેર-ઠેર વહીવટરાજની ઉઠતી રહી છે ફરીયાદો
ઈડી દ્વારા મહેસૂલ ભ્રષ્ટ તત્વો પર કડક કાર્યવાહી જરૂરી કેન્દ્રિય તપાસથી સત્ય બહાર આવે તેવી અપેક્ષા
ભચાઉમાં જ ખોટા પાવરનામાઓના આધારે કરોડોની જમીનો તબદલી થયાની ફરીયાદ ટુંકા ભુતળકામાં અલગ અલગ ગામડાઓ શિવખખા, ધોળાવીરા ખારોડ, છાડવારા તથા સામખીયાળી સહિતના વિસ્તારોમાથી નોધાઈ ચુકી છે, મહેસુલી અધિકારીઓની મીલીભગત ન હોય તો આવુ થઈ શકે ખરૂ? અહી પણ ઈડી એકાદ કિસ્સામાં ત્રાટકે તો સુરેન્દ્રનગરવાળી જ થવાની સેવાય છે આશંકા
કચ્છમાં રાણા કલેકટર હતા, તેમની બદલી થઈ અને પછી ર૪ કલાક ઓફીસ ચાલુ રાખીને જે ફાઈલો તે વખતની મંજુરી થઈ તે તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહર આવશે
ગાંધીધામ : રાજ્યના સરકારી તંત્રમાં ફરી એકવાર ભારે ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) દ્વારા કરવામાં આવેલી ત્રાટક બાદ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ચકચાર ફેલાઈ છે. કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ તેમજ નાયબ મામલતદારના રહેણાંક સ્થળોએ દરોડા
પાડીને મહત્વના દસ્તાવેજો અને લેવડદેવડની તપાસ હાથ ધરાઈ છે. ઈડીની ટીમ કોેઈ કલેકટર પર તપાસર્થે ત્રાટકી હોય તેવો સુરેન્દ્રનગરનો આ પ્રથમ જ કિસ્સો ગુજરાતભરનો બની રહ્યો છે. નાયબ મામલતદાર અને કલેકટર કક્ષાએ જમીનોને લઈને અથવા તો મહેસુલી કક્ષાએ કેવા કેવા કૌભાંડો આચરાઈ રહ્યા છે તેનો દાખલો પણ આ સાથે જ સામે આવવા પામી ગયો છે ત્યારે હવે જાણકારો કહે છે કે ભુકંપ બાદ વિકસી ગયેલ કચ્છમાં પણ બંજર કહેવાતી જમીનો સોનાની લગડી સમાન બની જવા પામી ગઈ છે અને તેથી જ કેટલાક તત્વો બહાર વસતા કચ્છીઓની અજાણતાથી કરોડોના જમીન કૌભાંડો આવા જ મહેસુલી તત્વોની સાથે મેળાપીપણાં કરી અને આચરી જતા રહે છે. હાલમાં ભચાઉ પટ્ટો તે માટે હોટફેવરિટ સમાન બની જવા પામ્યો છે અને અહી એક પછી એક વિવિધ ગામડાઓમાં આવી ફરીયાદો પોલીસ ચોપડે પણ નોધાઈ ચુકી છે. ખૈર અહી આપણે વાત કરવાની છે કે, આ બધા જ કારનામાઓ મહેસુલી ક્ષેત્રના ભ્રષ્ટ તત્વોની મીલીભગતથી થઈ શકે નહી. સુરેન્દ્રનગરમાં જયારે કાર્યવાહી થવા પામી છે ત્યારે જો કચ્છમાં પણ ઈડી જેવી ટીમો ત્રાટકશે તો ઘણા ભોપાળાઓ અને મહેસુલતંત્રમાં ભ્રષ્ટાચારના વકરી ગયેલા સડ્ડાનો ખુલાસો થઈ શકશે. એટલુ માત્ર જનહી પણ બેનામી સંપત્તિ અને જમીન કૌભાંડો બહાર આવે તો અચંબો નહીં. સુરેન્દ્રનગરની કાર્યવાહી બાદ હવે કચ્છ જિલ્લામાં પણ ઈડી દ્વારા તપાસ હાથ ધરાય તેવી માંગ ઉઠી રહી છે. કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જમીન, નોન-એગ્રીકલ્ચર (દ્ગછ), હક્કચોકસી અને રેકોર્ડ ફેરફારને લગતા અનેક કૌભાંડો ચર્ચામાં રહ્યા છે. જો કેન્દ્રિય એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો બેનામી
સંપત્તિઓ જપ્ત થાય તો નવાઈ નહીં.હાલની પરિસ્થિતિને જોતા ઈડ્ઢ દ્વારા મહેસૂલ વિભાગના ભ્રષ્ટ તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જનતા અને
સામાજિક વર્તુળોમાં ઉઠી રહી છે. જો નિષ્પક્ષ અને
ઊંડાણપૂર્વક તપાસ થાય તો કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં જમીન કૌભાંડાનું સત્ય બહાર આવે તેવી મજબૂત શક્યતા છે.
....................
સુરેન્દ્રનગર કલેક્ટર તપાસનો રેલો કચ્છ તરફ?
ગાંધીધામ : સુરેન્દ્રનગરના કલેક્ટર સામે ચાલી રહેલી તપાસના પડઘા હવે સીધા કે પરોક્ષ રીતે કચ્છ સુધી ફંટાવાની ચર્ચાઓ તેજ બની છે. ચર્ચા મુજબ, કચ્છ જિલ્લામાં ચાલી રહેલા વિશાળ વિકાસ પ્રોજેક્ટોમાં જમીન ગોટાળાને લગતી કેટલીક સંવેદનશીલ માહિતી ઉચ્ચ સ્તર સુધી પહોંચી હોવાની અટકળો સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે કેટલાક મોટા નામો પણ તપાસની નજરે ચઢી શકે તેવી ચર્ચા જોર
પકડી રહી છે. પરિણામે તપાસનો દાયરો વધુ વિસ્તરે કે નહીં તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને તેમાં કોને કોને ઝપેટમાં લે છે. હાલ તો કચ્છમાં રાજકીય તેમજ પ્રશાસકીય માહોલ ગરમાયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
..............
ભચાઉમાં ૭૦ કરોડનું જમીન કૌભાંડ :
મહેસૂલ તંત્રના ભ્રષ્ટાચારનો જીવતો દાખલો
ગાંધીધામ : કચ્છના ભચાઉ તાલુકામાં હાલ રૂ. ૭૦ કરોડથી વધુની જમીન કૌભાંડની ચર્ચા જોર પકડી રહી છે. જમીનના ખોટા દસ્તાવેજ, બિનકાયદેસર ફેરફારો અને સત્તાનો દુરુપયોગ કરીને કરવામાં આવેલા સોદાઓને લઈ મહેસૂલ તંત્ર પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ કેસને મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારનો જીવતો દાખલો ગણવામાં આવી રહ્યો છે.
...................
ગાંધીધામ-ભુજ-મુન્દ્રા-અંજાર-અબડાસા
જમીન અને વિકાસના નામે અનેક કૌભાંડો
ગાંધીધામ : કચ્છના ગાંધીધામ, ભુજ, મુન્દ્રા, અંજાર અને અબડાસા જેવા વિસ્તારોમાં વિકાસ, ઉદ્યોગ અને જમીન વ્યવહારના નામે અનકે શંકાસ્પદ સોદાઓ થયા હોવાના આક્ષેપો સમયાંતરે સામે આવ્યા છે. સરકારી અધિકારીઓ, દલાલો અને જમીન માફિયાઓની સાંઠગાંઠથી કરોડોની સંપત્તિ ઉભી થઈ હોવાના સંકેતો પણ મળ્યા છે. અહી પણ કેન્દ્રીય એજન્સી ત્રાટકશે તો વિવિધ કચેરીઓમાં વકરી ગયેલા આ સડ્ડો ઉઘાડો પડી શકશે.

Comments