Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝથી લુધીયાણા બોન્ડ ટુ બોન્ડ અખરોટ સગેવગે કરવાનો કારસો : જો જો, ભ્રષ્ટતત્વો ફાવે નહી?

29 December

કસ્ટમ ડીસીશ્રી ગોર ફરમાવે : કુલડીમાં ગોળ ભંગાઈ રહ્યો છે..!



કન્ટ્રી ઓફ ઓરીજીનનું કૌભાંડ કસ્ટમ કમિશ્નરશ્રીએ દબોચી લીધું હતું, ત્રણેક માસથી ચાલી રહી હતી ઝીણવટભરી તપાસ, અચાનક જ આ પ્રકરણમાં કાસેઝ કસ્ટમનો રોલ કયાંથી આવી ગયો? શું રંધાઈ ગયું?


ખાટલે મોટી ખોટ : લુધીયાણાની પાર્ટીએ દિલ્હીમાં કયો ખેલ પાડી દીધો? કાસેજ પ્રશાસન બોન્ડ ટુ બોન્ડ લઈ જવા પહેલા તપાસ કરે કે, આ માલ અખરોટ લુધિયાણા જ સેજમાં લઈ જવાનો હતો તો પછી કાસેઝ-ઝોનમાં કેમ ઉતારાયો? નોધનીય છે કે, કાસેજમાં જ અગાઉ ગાંધીધામના સીએચએનું આવુ જ અફઘાનનુ અખરોટ-કાળામરીનું પ્રકરણ બહુચર્ચિત રહ્યુ છે, જેમાં લાયસન્સ રદ થવા, જેલ થવી, તગડી પેનલ્ટી વસુલાત કરવા સહિતની થઈ ચુકી છે કડક કામગીરી, તો પછી આ પાર્ટીને બોન્ડ ટુ બોન્ડની મંજુરી આપવા પાછળનું રહસ્ય શું?



ગાંધીધામ : કચ્છમાં દેશના બે મોટા બંદરો કંડલા અને મુંદરા કાર્યરત છે. કંડલા બંદરને અડીને જ ગુજરાતનું સેઝ એકમનું રીજીનલ હેડ જયા બિરાજમાન છે તેવું કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન કાર્યરત છે. આ બંદરો અને કાસેઝ પાછલા કેટલાક સમયથી એક મુકીને બીજા પ્રકરણોમાં બહુચર્ચિત રહેવા પામ્યા છે. 
દરમ્યાન જ આંતરીક વર્તુળોમાંથી જાણવા મળતી વધુ વિગતો અનુસાર કંડલા-મુંદરા કમિશ્નરશ્રીની જાગૃત ટીમ દ્વારા તાજેતરમાં જ ત્રણેક માસ પહેલા જ અફઘાનથી નીકળેલા અને કચ્છમાં બંદરો પર આવેલા અખરોટનો જથ્થો કન્ટ્રી ઓફ ઓરીજીનના આધારે પકડી પાડી અને કડક તપાસ સરકાર હિતમાં કરવાના આદેશો આપી દીધા હતા. અખરોટ અફઘાનમાથી ઓરીજનલી થતા જ નથી, ડોકયુમેન્ટસ ખોટા બન્યા છે, અફઘાનથી દસ્તાવેજોમાં દેખાડે એટલે ત્યાંથી લાવવાની ડયુટી જીરો જ હોય છે, આ રીતે કસ્ટમ ડયુટીની મોટી ચોરી કરવાના મનસુબા સાથે આવેલા આ કન્સાઈનમેન્ટને જાગૃત અધીકારીશ્રીએ તપાસના રડારમાં લાવી અને પાછલા ત્રણ માસથી અટકાવી દીધા હતા. કંડલા-મુંદરા કસ્ટમ કમિશ્નરેટ હસ્તક ચાલી રહેલી તપાસ કડક અને તટસ્થ જ રીતે થવા પામતી હતી, તે વચ્ચે જ એકાએક, અચાનક જ આ તપાસ હવે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનના કસ્ટમ વિભાગને આપી દીધી હોવાનું સામે આવવા પામી રહ્યુ છે. કાસેઝ કસ્ટમને આ તપાસ કેમ સોંપવામા આવી? જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં વેરહાઉસ કાસેઝનું છે, માલ રાખનાર પાર્ટી લુધીયાણાની છે, કાસેઝના વેરહાઉસમાં જે માલ રખાયો છે તેને લઈને જાણકારો કહી રહ્યા છે કે, કાસેઝ કસ્ટમ ડીસીશ્રીએ જાગૃત રહેવુ પડશે, કારણ કે, હકીકતમાં કન્ટ્રી ઓફ ઓરીજીન ડયુટીચોરીનો આ મોટો કેસ બની રહ્યો છે, પરંતુ તેને કાસેજમાં તપાસ અપાવી અને કંડલા-ઝોનથી લુધીયાણા બોન્ડ ટુ બોન્ડ લઈ જવાની તૈયારીઓ પેરવી કરાઈ રહી છે. જો સેટીંગ અથવા સમજણથી આ પ્રકારણે અફઘાનથી દર્શાવેલ કાસેઝમાં રખાયેલા માલ લુઘીયાણા સેઝમાં બોન્ડ ટુ બોન્ડ લઈ જવાની મંજુરી આવે તો ડીસીશ્રીએ ચકાસવુ ઘટે કે, આ માલ કેટલા સમયથી આવી ગયો છે? કસ્ટમ વિભાગે કેમ અટકાવી રાખ્યો હતો? અને તેથીય વિશેષ કે લુધીયાણા સેઝમાં જ જો આ માલ લઈ જવો હતો તો પછી કાસેઝમાં કેમ ઉતાર્યો? ઘણુ બધુ આ પ્રકરણમાં રંધાઈ જવા પામ્યુ હોવાનુ મનાય છે. ઘનિષ્ટ તપાસ કરવી જરૂરી છે. લુધીયાણાની પાર્ટીએ દિલ્હીમાંથી કોના મારફતે આ કેસ કાસેઝ કસ્ટમને આપી દેવાનું દબાણ કર્યુ? તે કક્ષાએ તપાસ થાય તો ઘણુ બધું બહાર આવવા પામી શકે તેમ છે.

Comments

COMMENT / REPLY FROM