Trending News
સ્થાનિક સમાચાર

શેરડી વનતલાવડી કાંડ : માંડવી વનતંત્રની પોલમપોલ છત્તી, અગાઉ પણ આવી જ મંજૂરીઓ અપાઈ હોવાનો ખુલાસો

29 December

કલેક્ટરશ્રી લીઝ રદનો વનવિભાગને આદેશ કેમ ન કરે?



પશ્ચિમ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા મંગાયેલી વિગતો બાદ વનવિભાગે આપેલી માહીતીથી થયો ખુલાસો : હવે કલેકટરશ્રીને સોપાશે અહેવાલ : વનતલાવડીની મંજુરીઓ અપાઈ, ખનીજ નીકળ્યુ પણ જાણ નથી કરાઈ, હવે લેવાશે પુછાણા?


લીજ રદ કરી, લીઝધારક તથા વનવિભાગના લાપરવાહ તત્વો સામે કડક કાર્યવાહી બાદ 
ખનીજ વિભાગે પણ ફટકારવો જોઈએ તગડો દંડ

માંડવી મામતલદારશ્રી જેઠવાની જાગૃતીભરી પહેલને પણ બીરદાવી જ ઘટે : વનતલાવડીના નામે જિલ્લાભરમાં ઠેર-ઠેર આચરાઈ ચુકયા છે  અને આચરાઈ રહ્યા છેખનીજકૌભાંડો : ખાસ કરીને અબડાસા-લખપત વિસ્તારમાં પણ આવી જ સરપ્રાઇજ તપાસની છે જરૂર


માંડવી ઉપરાંત અબડાસામાં પણ આજ રીતે વનવિભાગની જમીન પર ખનીજ ખનન થવા સબબની કલેકટર સમક્ષ સંકલન બેઠકમાં ઉઠેલી ફરીયાદ બાદ હાથ ધરાઈ હતી મોટી કાર્યવાહી : ખુદ પશ્ચીમ કચ્છ ખાણખનિજના સિનયર ભુસ્તરશાસ્ત્રીને દોડીને પહોચી જવાની પડી હતી ફરજ : પશ્ચિમ કચ્છ એલસીબી તથા ખનીજની ફલાઈગ સ્કવોર્ડે પણ અહીના રાયધણજરમાંથી આવી જ ખનીજચોરી પકડી છે, તપાસનો ચાલે છે ધમધમાટ  : જિલ્લા વ્યાપી થવી જોઈએ તપાસ..!


ગાંધીધામ : શેરડી વનતલાવડી મામલે માંડવી વનવિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પશ્ચિમ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા મંગાવેલી માહિતી અને વનવિભાગે આપેલી વિગતોમાં સ્પષ્ટ વિસંગતતા બહાર આવી છે. વનતલાવડીની મંજૂરી 
અપાઈ અને તેમા ખનિજ ખનન થયો હોવાની જાણ ન તો સમયસર કરાઈ અને ન તો તેની નોંધ લેવાઈ હોવાનો ખુલાસો થયો છે.આ સમગ્ર મામલે હવે તૈયાર થયેલો અહેવાલ કલેક્ટરશ્રીને સોપવામાં આવશે. પ્રશ્ન એ ઊભો થાય છે કે એટલી ગંભીર ત્રુટીઓ છતાં વનવિભાગને લીઝ રદ કરવાનો સીધો આદેશ કેમ આપવામાં આવતો નથી?જાહેર હિતમાં લીઝ તાત્કાલિક રદ કરી, લીઝધારક ઉપરાંત વનવિભાગ ના બેદરકાર તત્વો સામે કડક કાર્યવાહી થવી જરૂરી બની છે. સાથે જ ખાણખનિજ વિભાગે પણ ગેરકાયદે ખનન બદલ તગડો દંડ ફટકારવો જોઈએ તેવી માંગ ઉઠી છે.ઉલ્લેખનીય છે કે માંડવી મામતલદાર શ્રી જેઠવાએ દાખવેલી જાગૃતિભરી પહેલને બીરદાવવી જ ઘટે. વનતલાવડીના નામે જિલ્લામાં ઠેર-ઠેર ખનિજ કૌભાંડો આચરાઈ ચૂક્યા છે અને હજુ પણ ચાલી રહ્યા હોવાની ફરિયાદો છે. ખાસ કરીને અબડાસા અને લખપત વિસ્તારમાં પણ આવી જ સરપ્રાઇઝ તપાસ કરવી અનિવાર્ય બની છે.



 

Comments

COMMENT / REPLY FROM