ભૂકંપના ઝાટકાં અને કચ્છ : ચેતવણીને અવગણવી કેટલા સુધી?
વિનાશક ઈતિહાસ બાદ પણ કચ્છ આજે પણ ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં સક્રિય
કચ્છ ભુકંપ ઝોન પ્રભાવિત વિસ્તામાં આવતો જિલલો છે, ૭ વર્ષ બાદ ૪ની તીવ્રતાનો નોધાઈ રહયા છે અંચકા, શુક્રવારે એક જ દીવસમાં ૭ જેટલા આફટરશોકનો થયો છે અનુભવ :
કચ્છના પેટાળમાં ફરીથી વધી ગયું છે સખળડખળ
કચ્છ યુનિ.ના સિનિયર જીયોલોજીસ્ટ પણ કહી રહ્યા છે કે, કચ્છમાં મોટા ભુકંપ આવવાની શકયતાઓ નકારી શકાય નહી, કચ્છને ભુકંપ સિસ્ટમિક ઝોન સિકસમાં તાજેતરમાં જ મુકાયો છે, એટલે કે જયા વિનાશકથી અતીશય વનાશક ભુકંપ આવાવની છે શકયતાઓ : હાલમાં કચ્છમાં ૧૦થી વધુ જેટલી ફોલ્ટલાઈનો છે સક્રીય, લાઈનો બધી જ જુની છે, પણ જીવંત છ : તાજેતરમાં જ રાપરમાં પણ ટુંકાગાળામાં ર૩ જેટલા કંપનો-આફટરશોક નોંધાઈ ચુકયા છે : કચ્છએ ૩૦-૪૦ વર્ષના ગાળામાં મોટો ભુકંપ અનુભવ્યો જ છે
શું વિનાશક ભુકંપની કારમી થપાટ ખાઈ ચુકેલ કચ્છમાં હજુય પણ બાંધકામના નિયમોમાં તંત્ર, આમપ્રજાજનો ભુકંપ પ્રતિરોધકતાની જાળવે છે નીતી.! કે પછી હાથીના દેખાડવાના એક અને ચાવવાના બીજા દાંતોના અનુરૂપ જ બાંધકામ કરી લીધા બાદ નકશા રીવ્યુ કરાવી અને કમ્લીશન સર્ટીફીકેટ મેળવાતા રહે છે? ઓનલાઈનકરાયુ છતા પણ છટકબારીના રસ્તાઓ શોધી જ લેવાય છે?
કુદરતી આફતોને આવતી અટકાવી નહી શકાય, પરંતુ તેની સામે અટકાયતી પગલાના ભાગરૂપે જાગૃતી દાખવી નીતી ઘડી, અમલવારી કરાશે તો જાન-માલની નુકસાની ચોકકસથી ટાળી શકાશે
ગાંધીધામ : ભુકંપ પ્રભાવીત જોનમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ફરીથી મોટા પ્રમાણમાં પેટાળમાં કોઈ હલચલ સર્જાતી હોય તેવી રીતે તાજેતરમાં જ શુક્રવારે એક સાથે સાત સાત આફટરશોકના કંપનો નોધાઈ જવા પામ્યા છે. એટલુ માત્ર જ નહી પણ લાંબા સમયથી બાદ ૪ના આંચકાનો અનુભવ પણ થવા પામી ગયો છે. ભુકંપના આવતા આ ઝાટાકાઓ અને કચ્છને લગતી ચેતવણીઓની અવગણના કયા સુધી કરતા રહીશુ તે સવાલ પણ ફરીથી કચ્છ માટે વ્યાપક રીતે ઉઠવો સહજ બની રહ્યો છે.
કચ્છ પ્રદેશ ભારતના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે. ઇતિહાસ સાક્ષી છે કે આ ધરતીએ અનેક વિનાશક
ભૂકંપોના ઘા સહન કર્યા છે. વર્ષ ૧૮૧૯માં અલાહબંધ નજીક આવેલો ભૂકંપ હોય કે પછી વર્ષ ૨૦૦૧ના ૨૬ જાન્યુઆરીના રોજ આવેલો વિનાશક ભૂકંપ બન્ને ઘટનાઓએ કચ્છના અસ્તિત્વને હચમચાવી નાખ્યું હતું.વિશેષ કરીને ૨૦૦૧ના ભૂકંપે અંદાજે ૭.૭ની તીવ્રતા સાથે હજારો લોકોના જીવ લીધા હતા. ભુજ, અંજાર, ભચાઉ સહિતના અનેક વિસ્તારોમાં ઇમારતો, રસ્તાઓ અને આધારભૂત માળખાં ધ્વસ્ત થયા હતા. આ આપત્તિ માત્ર કુદરતી નહીં, પરંતુ આયોજન અને સાવચેતીના અભાવની પણ કડવી યાદગાર બની રહી.
વિનાશક અનુભવ બાદ પણ કચ્છમાં સમયાંતરે નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાતાં રહે છે, જે જમીનની સક્રિય ભૂગર્ભ ચળવળ તરફ સંકેત આપે છે. વૈજ્ઞાનિકો અને તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, છતાં સવાલ એ છે કે શું આપણી તૈયારી
પૂરતી છે?ઝડપથી વધતો શહેરી વિકાસ, ઊંચી ઇમારતો અને ઉદ્યોગીકરણ વચ્ચે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ,
જાગૃતિ અને તાત્કાલિક પ્રતિસાદ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી આજની જરૂરિયાત છે. કુદરત વારંવાર ચેતવે છેહવે તેને અવગણવાનો વિકલ્પ કચ્છ પાસે નથી.

Comments