કચ્છના નાના રણમાં વીર વચ્છરાજદાદાના મંદિરની ૮ હજાર ગાયો માટે વાગડમાંથી ૩૫૦ ટ્રેકટર સૂકો ચારો અપાયો
દર વર્ષની જેમ આ વર્ષે પણ રવેચીનગર અને ભીમાસર ગામના વીર વચ્છરાજ યુવા ગ્રુપ દ્વારા કરાયું આયોજન
રાપર - કચ્છઉદય : કચ્છના નાના રણમાં વીર વચ્છરાજ દાદાની જગ્યા આવેલી છે. આ જગ્યામાં વિશાળ ગૌશાળા આવેલી છેત્યાં આઠ હજારથી વધારે ગાયો છે. આ ગાયોનું આજ દિવસ સુધી દુધ વેચાતું નથી. આ ગાયોના નિભાવ માટે વાગડની ધીંગી ધરામાંથી ૩૫૦ ટ્રેકટર ચારો દાનમાં આપવામાં આવ્યો છે, જેમાં રવેચીનગર અને ભીમાસર ગામનો સિંહફાળો છે. રવેચીનગર અને ભીમાસર ગામના યુવાનોની સેવાભાવી ટિમ દ્વારા આયોજન કરાયું છે. રાપર તાલુકાના રવ રવેચીનગર, ભીમાસર, ગવરીપર, ગેડી, જાટાવાળા, ઉમૈયા, કાનમેર, ચિત્રોડ, રાપર, રત્નેશ્વર, ભુટકિયા, પાલનપર, પલાંસવા, ખેંગારપર, હમીરપર, સણવા, મોડા, ફુલપરા, ત્રંબૌ, લાકડાવાંઢ, લોદ્રાણી, નલિયાટીમ્બા, જેસડા, આડેસર, બાલાસર, બેલા, રામવાવ, દેશલપર, કલ્યાણપર, અમરાપર અને કુડા-જામપર જેવા વાગડના ગામોમાંથી સેવાભાવી લોકો ઘાસચારામાં સહયોગી દાતા બન્યા હતા. દરેક ગામમાંથી ચારો તેમજ ટ્રેકટર લઇ અને લોકો સેવામાં જોડાયા હતા.
વીર વચ્છરાજદાદાનું મંદિર લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. રણની મધ્યે રવેચીનગર ગામના સેવાભાવી યુવાન ભચુભાઇ સોલંકી અને વેલજીભાઇ સોલંકી દ્વારા જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે રણ મધ્યે વીર વચ્છરાજ બેટના પ્રમુખ લખમણભાઇ ચૌહાણ, ઉપપ્રમુખ વેલજીભાઇ સોલંકી, વણવીરભાઈ સોલંકી, ભરતસિંહ સોલંકી, દિનેશભાઇ રબારી, રામજીભાઈ રાઠોડ, પરબતભાઇ મકવાણા દ્વારા દરેક સેવાભાવી ભક્તોને સન્માનિત કરાયા હતા. આ કાર્યને સફળ બનાવવા માટે મહેન્દ્રભાઈ સોલંકી, માંડણભાઈ સોલંકી, ખેતાભાઈ સોલંકી, નવિનભાઈ મકવાણા, પાંચાભાઇ આહીર, રમેશભાઈ સોલંકી, પ્રભુભાઈ મકવાણા, હેતુભા મકવાણા, કાનજીભાઈ ગોહિલ, ઘનશ્યામસિંહ સોલંકી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
----

Comments