Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં યોગ સાયકોથેરાપી ઓપીડી સેવા શરૂ કરાશે

27 December


ભુજ - કચ્છઉદય : ઓમ ફાઉન્ડેશન સંચાલિત માનવબોધ અભિયાન હેઠળ આર્થિક રીતે નબળા દર્દીઓની સામાન્ય માનસિક રોગોની બાયોસાયકો સોશિયલ મોડેલ ઉપર આધારીત યોગ સાયકોથેરાપી અને માનસિક દવાઓ દ્વારા વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવા માટે યોગ સાયકોથેરાપી માનસિક આરોગ્ય ઓપીડી સેવાનો શુભારંભ થઈ રહ્યો છે, જેમાં માનસિક તણાવ, દુઃખ, ચિંતા, હતાશા, ઓસીડી, આત્મહત્યાના નકારાત્મક વિચારો ધરાવતા સામાન્ય માનસિક રોગોના દર્દીઓને યોગ સાયકોથેરાપીના પ્રણેતા ડૉ. દેવજ્યોતિ શર્મા દ્વારા યોગ સાયકોથેરાપી સાથે માનસિક દવાઓ દ્વારા વિનામૂલ્યે સારવાર અપાશે. 
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે માનસિક દવાઓ વ્યવસ્થા સ્વર્ગીય રમીલાબેન કે. મહેશ્વરીની યાદમાં તેમના પુત્ર રમેશભાઈ કે. મહેશ્વરી દાતા તરીકે કરી રહ્યા છે. કાર્યક્રમના ચેરપર્સન હેંમતભાઈ ઠક્કર, ડૉ. સુરેશ પટેલ, જયંતિભાઈ વાઘેલા, ધવલભાઈ રાવલ, શેલેન્દ્રભાઈ રાવલ, દિપકભાઈ મકવાણા, રમેશભાઈ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે, વધારે દવાઓ લેવાવાળા દર્દીઓ પોતાના કામ ઉપર જઈ નથી શકતા, જેના કારણે આર્થિક રીતે નમળા દર્દીઓ વધારે આર્થિક તંગીમાં જીવે છે. તેમને યોગ સાયકોથેરાપી સારવાર સાથે જોડવા છે. તેઓ કામ ઉપર જઈને આર્થિક રીતે પોતાના પરિવારનું ભરણ-પોષણ પણ કરી શકે છે. આવા દર્દીઓની માનસિક અને આર્થિક સમસ્યાઓનું સામાધાન કરવા માટે ઓમ ફાઉન્ડેશન દ્વારા દર ૧પ દિવસે વિનામૂલ્યે યોગ સાયકોથેરાપી માનસિક આરોગ્ય ઓપીડી સેવા ટૂંક સમયમાં ચાલુ કરાઈ રહી છે.
----------

Comments

COMMENT / REPLY FROM