Trending News
સ્થાનિક સમાચાર

શંખેશ્વર તીર્થમાં સદ્દગુરુઓના સમાગમથી કરેલા અઠ્ઠમ તપનું મહત્વ અનેરૂં છે : મુનિરાજ નયશેખર મ.સા. 

27 December




અઠ્ઠમ તપમાં ૨૦૦થી અધિક શ્રાવકો રાજ્યભરમાંથી આરાધનામાં જોડાયા 

ભુજ-કચ્છઉદય : શંખેશ્વર તીર્થે જહાજ મંદિર એન્કરવાલા ધામે સામુહિક અઠ્ઠમ તપની આરાધના યોજાયેલ જેમાં આ પ્રસંગે મુનિરાજ નયશેખર મહારાજ સાહેબએ જણાવ્યું હતું કે પાર્શ્વનાથ પ્રભુનો જન્મ વારાણસી નગરીમાં થયો હતો. આ ત્રણ દિવસ દરમ્યાન મહાપૂજનો, મહાપૂજા, પરમાત્માને આંગી, જીવદયા, અનુકંપાદાન, પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા, સવાર સાંજની આરતી મંગળ દીવો વિગેરે કરી રાત્રે પરમાત્માની ભક્તિમાં મોટી સંખ્યામાં ભાવિકો ભક્તિ ગીતો દ્વારા પ્રભુ ભક્તિ ભાવના વિગેરે અનેક ધાર્મિક અનુષ્ઠાનો યોજાવામાં આવે છે.જેમાં અઠ્ઠમની આરાધનામાં પાર્શ્વનાથ પ્રભુનો મહિમા વર્ણવ્યો હતો. 
કૃષ્ણ મહારાજે અઠ્ઠમ તપ કરી માં ભગવતી પદ્માવતી દેવીને પ્રસન્ન કરી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રાપ્ત કરી તે મૂર્તિના પુણ્ય પ્રભાવથી પોતાના સૈન્યને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધું હતું. જેથી આ તીર્થમાં સદગુરુઓના સમાગમથી કરેલા અઠ્ઠમ તપનું મહત્વ અનેરું છે.અહીં જૈન શાસનના ધુરંધર આચાર્યો ભગવંતો એવં સાધુ-સાઘ્વીજી ભગવંતો પણ અઠ્ઠમ તપ કરે છે. સાથે સાથે શ્રાવક-શ્રાવિકાઓ અને વડીલો પણ ભક્તિભાવ સાથે અઠ્ઠમ તપ કરે છે. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરવાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ મનથી પરમાત્માના સ્મરણમાં અને ધ્યાનમાં વિશેષ એકાગ્રતા થાય છે. શુભ પવિત્ર ભાવો ઉલ્લાષિત થાય છે. તીર્થનો પ્રભાવ અનુભવવા મળે છે. જેમાં મૌનવરિષ્ઠ પ.પૂ.મુનિરાજ પુણ્યરત્ન મ.સા., પ.પૂ.મુનિરાજ નયશેખર મ. સા. તથા પ.પૂ.સા. સુનંદિતાજી મ.સા આદિ, પ.પૂ.સા. ભયભંજનાજી મ.સા આદિની પાવનકારી નિશ્રામાં સામૂહિક અઠ્ઠમ તપની પૂર્ણાહુતિ યોજાઈ હતી. આ સામુહિક અઠ્ઠમ તપમાં ૨૦૦થી અધિક શ્રાવક-શ્રાવિકાઓ રાજ્યભરમાંથી આરાધનામાં જોડાયેલ. આ સંપૂર્ણ અઠ્ઠમ તપના દાતા આ.સૌ. મીતાબેન રમેશભાઈ ગોગરી, અ.સૌ.નિરાલી જય રમેશ ગોગરી, ગામ-નાના ભાડીયા, હાલે-માટુંગા, મુંબઇ, આશોપાલવ ગ્રુપ વાળા પરિવારે ઉદારદિલે લાભ લીધેલ. ત્રણે દિવસ વિધિવિધાન હર્ષભાઈ દેઢિયાએ કરાવી હતી. સંગીતની રમઝટ નિશાબેન સંઘવી માંડવીવાળાએ ભાવિકોને પ્રભુ ભક્તિમાં તરબોળ કરેલ. આ સામુહિક અઠ્ઠમ તપની આરાધના શંખેશ્વર પાર્શ્વચંદ્રસૂરી દાદાવાડી ટ્રસ્ટના નેજા હેતળ યોજાશે. આ પ્રસંગે રાજ્યભરમાંથી ભાવિકો મોટી સંખ્યામાં અઠ્ઠમ તપની તપસ્યા કરી આત્માને પવિત્ર કરી કર્મ ખપાવેલ.
---------

Comments

COMMENT / REPLY FROM