Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલા દ્વારા ભચાઉ પટ્ટામાં આજે પણ મેગા દબાણ હટાવ ઓપરેશનનો ધમધમાટ તેજ

27 December

ચેરમેનશ્રી સુશીલકુમારની દિર્ઘદ્રષ્ટી અભીનંદનને પાત્ર.!


૯પ૦ એકર જેટલી જમીન હસ્તગત કરી લેવાઈ, ગઈકાલે શરૂ થયેલી કાર્યવાહીમાં આજે પણ ૧૦૦ જટેલા પોલીસકર્મીઓ સહિતના કાફલો ઘટનાસ્થળે 

દ્ગય્‌ના આદેશોના કડક પાલના હેઠળ ગેરકાયદેસર મીઠા અતિક્રમણ સામે ડ્ઢઁછ કંડલા દ્વારા કડક કાર્યવાહી


આજે રોજ મીઠ્ઠાના પાળા બની ગયા છે તેને દુર કરવાની ચાલી રહી છે કાર્યવાહી


બે-ચાર દિવસમાં જ વિશાળ જમીનમાં એન્ટ્રી-એકઝીટ ગેટ લગાવાશે, હાલમાં બેરીકેટ લગાવવાની ચાલી રહી છે કાર્યવાહી : ફરીથી દબાણકારો પ્રવેશી ન શકે તે મુબજની આયોજનબદ્ધ ચાલી રહ છે કાર્યવાહી



ગાંધીધામ : ડીપીએ કંડલા પ્રશાસન હસ્તકની જમીનો ભચાઉથી ૧ર કીમીના અંતરે મીઠાના દબાણોથી યુકત બનેલી હતી. જે મામલે ડીપીએ કંડલાના વર્તમાન ચેરમેનશ્રી સુશીલકુમારની ટીમે પોલીસ પ્રશાસનને સાથે રાખી અને ગત રોજથી જ દબાણમુકત બનાવવાની દીશામાં કાર્યવાહી હાથ ધરી હતી. મેગા ઓપેરશનનો ગત રોજથી શરૂ થયેલો ધમધમાટ આજે બીજા દીવસે પણ યથાવત જ રહેવા પામ્યો છે.આ વિસ્તારમાં ૯પ૦ એકર જેટલી જમીનને ગઈકાલે ગેરકાયદેસર દબાણોથી દુર કરવાની કાર્યવાહી ચાલી હતી અને તેનો કબ્જો જમીનનો ડીપીએ દ્વારા લઈ લેવામા આવ્યો હતો તો વળી આજ રોજ સવારથી એટલા જ મેનપાવર અને અધિકારીગણ તથા પોલીસ બંદોબસ્તની હાજરીમાં મીઠાના ગેરકાયદેસર રીતે બનાવી દેવાયેલા પાળાઓ દુર કરવાની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ બાબતે ડીપીએ પ્રશાસન દ્વારા જ અપાયેલી વિગતો અનુસાર આ વિસ્તામાં હવે દબાણકારો ફરીથી પ્રવેશી જ ન શકે તે માટે વિશાળ જમીનમા એન્ટ્રી-એકજિટ ગેટ આગામી બે ચાર દીવસમા જ લગાવી દેવામા આવશે અને તે પહેલા હાલમાં પણ ચાલી રહેલી કાર્યવાહી દરમ્યાન ગેરકાયદેસર પેશકદમીનો કોઈ પ્રયાસ ન કરે તે માટે આજે આ સ્થળો પર બેરીકેટ લગાવવા સહિતની કાર્યવાહી ચાલી રહી હોવાનુ જણાવ્યુ હતુ.નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (દ્ગય્‌)ના આદેશોની કડક પાલના કરતાં, દિનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA ), કંડલાએ ભચાઉ નજીકના આંતરિક વિસ્તારોમાં મીઠા માફિયા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર અતિક્રમણ સામે કડક અને અસરકારક કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરીનું સમગ્ર માર્ગદર્શન શ્રી શ્રીનિવાસ રાવ, ઉપ મુખ્ય ઇજનેરના નેતૃત્વ હેઠળ અને શ્રી ઓમપ્રકાશ દાદલાણી, ટ્રેડ પ્રમોશન અને પબ્લિક રિલેશન્સ ઓફિસર (્‌ઁશ્ઁર્ઇં), DPA ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.DPA ની ઇજનેરી ટીમના સહયોગ સાથે ગુજરાત પોલીસ તથા રાજ્ય પ્રશાસનની સક્રિય મદદથી કાયદો અને વ્યવસ્થાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.ભચાઉથી અંદાજે ૧૪ કિમી અંદર આવેલા વિસ્તારમાં, ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા મીઠાના રેતના ઢગલા (સોલ્ટ સેન્ડ ડ્યુન્સ) તોડી કાઢવામાં આવ્યા હતા, જેના 
પરિણામે ૯૫૦ એકરથી વધુ જમીનને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવી અને પર્યાવરણીય નુકસાન અટકાવવામાં આવ્યું.

Comments

COMMENT / REPLY FROM