Trending News
સ્થાનિક સમાચાર

નાગપુર - લોદ્રાણીમાં ગોગા મહારાજના મંદિરને અભડાવતા તસ્કરો, લોકોમાં આક્રોશ 

27 December



રાત્રિ દરમિયાન આવેલા શખ્સોએ ચાંદીના નાના-મોટા છતર, પાદુકા, નાગફણીની મૂર્તિઓની ચોરી કરી : આરોપીઓને ઝડપી પાડવા ઉગ્ર માંગ 

ગાંધીધામ - કચ્છ ઉદય : વાગડ વિસ્તારમાં ફરી એક વખત ઘરફોડ અને મંદિર ચોરીને અંજામ આપતા તસ્કરો સક્રિય બન્યા છે. ગત રોજ ફતેહગઢમાં સોના-ચાંદીની દુકાનમાંથી ૮૦ હજારની ચોરી થઈ હતી. જે બાદ નાગપુર - લોદ્રાણી ગામે રબારીવાસમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાંથી ૬૬ હજારની ચોરી થઈ હતી. 
આ બાબતે બાલાસર પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ નાગપુર - લોદ્રાણી ગામે રબારીવાસમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જેમાં રપ તારીખે રાત્રે ૧૧ઃ૪પ થી ર૬ તારીખે સવારે ૭ વાગ્યા દરમિયાન ચોરી થઈ હતી. કોઈ ચોર અજાણ્યા ઈસમોએ મંદિરના દરવાજાના નકુચા ખોલી અંદર પ્રવેશ કરી ચાંદીના ૬૦૦ ગ્રામના ત્રણ મોટા છતર, ૩૦૦ ગ્રામના ત્રણ નાના છતર, પાંચ ગ્રામના સોનાના પાંચ છતર, ૪૦૦ ગ્રામની નાગફણીની નાની-મોટી ૧૦ મૂર્તિ મળી કુલ ૬૬ હજારની માલમત્તાની ચોરી કરી હતી. સવારે ચોરીની ઘટનાની જાણ થતા ગામમાં આક્રોશ ફેલાયો હતો. તસ્કરોને ઝડપી પાડવા માટે માંગ ઉઠી હતી. બાલાસર પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે રાજાભાઈ કાબાભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી હતી. વાગડના સરહદી વિસ્તારોમાં ચોરીની ઘટનાએ ઉચ્ચાટ ફેલાવ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM