Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં શનિ-રવિના મતદાન મથકો પર ખાસ ઝુંબેશ કેમ્પ

26 December


ભુજ - કચ્છઉદય  : ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લામાં તા.૧/૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે અને તા.૧૯/૧૨ થી તા.૧૮/૧ સુધીમાં હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો નિયત કરવામાં આવેલ છે. ઉક્ત સમયગાળા દરમિયાન તા.૨૭/૧૨ (શનિવાર), તા.૨૮/૧૨ (રવિવાર) અને તા.૩/૧ (શનિવાર) તથા તા.૪/૧ (રવિવાર)ના ખાસ ઝુંબેશના દિવસો તરીકે આયોજન કરવામાં આવનાર છે.
આ દિવસોએ બુથ લેવલ ઓફીસર મતદાન મથક ખાતે હાજર રહેશે, જે નાગરીકોની ઉમર તા.૧/૧/૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ કે તેનાથી વધુ થતી હોય તો તેવા નાગરીકો તેમનું નામ મતદારયાદીમાં સમાવવા માટે ફોર્મ-૬ રજુ કરી શકશે. જે મતદારોને મતદારયાદીની વિગતોમાં સુધારો કરવાનો રહેતો હોય તો તેઓ ફોર્મ-૮ રજુ કરી શકશે. આ દિવસોએ મતદારો પોતાનું નામ મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ થયેલ છે કે કેમ ? તેની ખાત્રી કરી બુથ લેવલ ઓફીસર પાસેથી કરી શકશે તથા નો મેપીંગના કિસ્સામાં મતદારો આધાર-પુરાવા રજુ કરી શકશે. જેમનું નામ મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ થયેલ નથી તેવા મતદારો પોતાનું નામ એએસડીડી (ગેરહાજર, સ્થળાંતર,મૃત્યુ પામેલ અને ડુપ્લીકેટ)ની યાદીમાંથી ખાત્રી કરી શકશે. જે મતદારોનું નામ મુસદ્દા મતદારયાદી-૨૦૨૬માં સમાવેશ થયેલ નથી તેઓ મતદારયાદીમાં તેઓના નામનો સમાવેશ કરવા અર્થે સંબંધિત મતદાર નોંધણી અધિકારી - મદદનીશ મતદાર નોંધંણી અધિકારીની કચેરીએ અથવા બીએલઓનો સંપર્ક કરી કોર્મ નંબર-૬ (એકરારનામા સહિત) રજુ કરી શકશે તેમજ મુસદ્દા મતદારયાદી-૨૦૨૬માં સમાવિષ્ટ નામ સામે વાંધો હોઇ તો ફોર્મ નંબર-૭ રજુ કરી શકશે. આથી કચ્છ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન યોજાનાર કેમ્પનો લાભ લેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા અપીલ કરાઈ છે. 
---------

Comments

COMMENT / REPLY FROM