નરેન્દ્ર મોદીના ૯ સંકલ્પોને પુરા કરશે કચ્છ યુનિવર્સિટી અને જીતો
જીતો ભુજ ચેપ્ટર અને કચ્છ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ
ભુજ - કચ્છઉદય : કચ્છ યુનિવર્સીટી ખાતે જીતો ભુજ ચેપ્ટર અને કચ્છ યુનિવર્સિટી સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવકાર મહામંત્રના દિવસે લેવડાવવામાં આવેલ ૯ સંકલ્પ પર એમઓયુ કરવામાં આવ્યા હતા અને આ સંકલ્પોને વધુમાં વધુમાં લોકો સુધી પહોચાડવા આયોજન કરવામાં આવ્યું હતું.
જીતો ભુજ ચેપ્ટરના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, મહામંત્રી બિરજુભાઈ શાહ તેમજ જીતો ભુજ ચેપ્ટરના સભ્યો સાથે કચ્છ યુનિવર્સિટીના વીસી ડો. મહેન્દ્રભાઈ પટેલ, ડો. અમર મેહતા, રજીસ્ટાર અનિલભાઇ ગોર સહિત યુનિવર્સિટીના આગેવાનોએ ઉપસ્થિત રહી આ એમઓયુ કરવામાં આવ્યા હતા.
કચ્છ યુનિવર્સિટીના વીસી મહેન્દ્રભાઈ પટેલ અને જીતોના અધ્યક્ષ પંકજભાઈ મેહતા દ્વારા આ એમઓયુ અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગદર્શન આપતા પંકજભાઈ મેહતાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક ચર્ચા બાદ જીતોના સંજયભાઈ દેસાઈ અને દીપકભાઈ પારેખ સમય સમય પર યુનિવર્સિટીની મુલાકાત કરી જવાબદાર લોકો સાથે ચર્ચાના અંતે એમઓયુ કરવાનું નક્કી કરાયું હતુંં. પંકજભાઈએ કચ્છ યુનિવર્સિટીના વીસી તેમજ જવાબદાર સૌનો આ પ્રોજેક્ટ માટે સહમતી આપવા બદલ આભાર માન્યો હતો સાથે સાથે તેમણે ઉપસ્થિત બધાને નમો એપ ડોઉનલોડ કરી નમો એપના માધ્યમથી વધુમાં વધુમાં લોકોને આ ૯ સંકલ્પો લેવડાવવા આહ્વાન કર્યું હતું.
ક્ચ્છ યુનિવર્સિટીના વીસી મહેન્દ્રભાઈ પટેલે આ એમઓઅયુ અંગે જણાવ્યું હતું કે, આ એમઓયુથી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા સાથે સમાજમાં સંસ્કાર સિચવાનું પણ કાર્ય થશે. વડાપ્રધાને આપેલા ૯ સંકલ્પોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી અને વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવામાં સહયોગ આપવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીતો ભુજના પારસ શાહ, ધર્મેન્દ્ર પારેખ, મેહુલ મહેતા, તાપસ શાહ, લેડીસ વિંગના રેશ્માબેન ઝવેરી, દિપાલી શાહ, યંગ વિંગના પ્રીત મેહતા, અભિષેક શાહ, માર્ગીબેન ઝવેરી, ફાલ્ગુની પારેખ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના ડો. અમર મહેતા તેમજ આભારવિધિ કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટાર અનિલભાઈ ગોરે કરી હતી.
----------

Comments