બીજેએસ ભુજ ચેપ્ટર દ્વારા સમસ્ત જૈન સમાજ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
ભુજ - કચ્છઉદય : બીજેએસ ભુજ ચેપ્ટરના પ્રમુખ ધીરેનભાઈ શાહના નેજા હેઠળ તથા મહામંત્રી મનિષભાઈ નાગડાના માર્ગદર્શનમાં શરદ બાગ પેલેસ ગ્રાઉન્ડમાં સમસ્ત જૈન સમાજ માટે બોક્સ ક્રિકેટ ટુનર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા બરસાના હોમ્સના જીગરભાઈ તારાચંદભાઈ છેડા હતા. આ ટુર્નામેન્ટમાં બાળકો, મહિલાઓ તથા પુરૂષ એમ ત્રણ કેટેગરીઓ રાખવામા આવી હતી, જેમાં બાળકોની ૬, મહિલાઓની ૭ તથા પુરૂષોની ૧૬ મળી કુલ ૨૯ ટીમોએ ભાગ લીધો હતો
ચાર દિવસની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌએ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતદફ આ ટુર્નામેન્ટનું મુખ્ય હેતુ જૈન સમાજમાં એકતા સાથે રમતગમત અને ખેલદિલીની ભાવના અંકુરીત થાય તેવા પ્રયાસો સાથે કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં આમંત્રિત મહનુભાવોની ઉપસ્થિતિમાં વિજેતાઓને ટ્રોફી તથા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોમાં કવીઓ જૈન મહાજન તથા સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ તારાચંદભાઈ છેડા, બીજેએસ કચ્છ પ્રમુખ હિતેષભાઈ ખંડોર, મહામંત્રી નીરવભાઈ શાહ તેમજ જૈન સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી, બીજેએસ વિવિધ ચેપ્ટરના પદાધિકારીઓ તથા ભુજ જૈન સંઘોના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
રોમાંચક ફાઈનલ મેચોના અંતે પુરુષની કેટેગરીમાં બોક્સ બ્રેકર્સ, મહિલાની કેટેગરીમા વિમલમ સ્ટ્રાઈકર્સ અને બાળકોની કેટેગરીમાં ડેલા સ્ટ્રાઈકર્સ વિજેતા બની હતી. આ ઉપરાંત મેલ કેટેગરીમાં મેન ઓફ ધ સીરીઝ જેનીલ દોશી, બેસ્ટ બેટ્સમેન નીલ મહેતા અને બેસ્ટ બોલર પ્રીત સંઘવી રહ્યા હતા. ફીમેલ કેટેગરીમાં વુમન ઓફ ધ સીરીઝ ખુશી મહેતા, બેસ્ટ બેટ્સમેન યશ્વી મહેતા, બેસ્ટ બોલર નયનિકા તથા કિડ્સ કેટેગરીમાં કિડ ઓફ ધ સીરીઝ સ્નેહ દોશી, બેસ્ટ બેટ્સમેન દેવ છેડા, બેસ્ટ બોલર મન શાહ રહ્યા હતા. સહયોગી દાતાઓ તરીકે કેપિટલ કેન્વાસ, હિતેશભાઈ ખંડોર, નીરવભાઈ શાહ, દીપક ચા, મિત્સુ કલેક્શન, સુરભી યુનિફોર્મ્સ, ભારત સ્ટેશનર્સ, મધુ ઓપ્ટિક્સ, સાગર વોચ અને પરમેશ્વરી મોબાઈલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે બીજેએસ ભુજ ચેપ્ટરના પ્રમુખ ધીરેનભાઈ શાહ અને મંત્રી મનીષભાઈ નાગડાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન નંદિત મહેતા, વિરાજ ગાંધી, ભવ્ય દોશી, જેકિલ મહેતા અને જેનીલ દોશીએ જહેમત ઉઠાવી હતી. ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ અમર મહેતાએ કર્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટનું ગ્રાઉન્ડ મેનેજમેન્ટ બીજેએસ ભુજ સ્પોર્ટ્સ કમિટીના સભ્યો રાજુભાઈ શાહ, સ્નેહલ ઝવેરી, પ્રેમ ઝવેરી, મેહુલ દેસાઈ, ભાવિન દેઢિયા, આદર્શ સંઘવી, નીલ શાહ, અમર મહેતા, પારસ દલાલ, હિતેષ પારેખ અને સમીર દોશી દ્વારા ખૂબ જ સુદ્રઢ રીતે કરવામાં આવ્યું હતું.
-------------

Comments