Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ બસ સ્ટેશન સહીત ૫ બસ સ્ટેશનોનું  હર્ષ સંઘવીના હસ્તે કાલે ખાતમુર્હત

26 December

પૂર્વ કચ્છના મુસાફરોને મોટી રાહત



નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, રાજય વાહન વ્યહવાર મંત્રી પ્રવીણ માળી, ઉચ્ચ ટેકનીકલ શિક્ષણમંત્રીરાજયમંત્રી ત્રિકમભાઈ છાંગા, વિનોદભાઈ ચાવડા, માલતીબેન મહેશ્વરી, ડીપીએ-કંડલા ચેરમેન એસ કે સીંગ સહિતનાઓની પ્રેરક ઉપસ્થિતી : માતાના મઢમાં પણ થશે બસ સ્ટેશનનું ખાતમુર્હત


ગાંધીધામ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે વાહનવ્યહવાર ક્ષેત્રમાં રાજયને વિવિધ સુવિધાઓરૂપ પ્રકલ્પોની ભેટ આપવામાં આવનાર છે. અને તેમાં માતાના મઢથી લઈ અને ગાંધીધામ સુધીના વિકાસકામોનો સમાવેશ કરવામા આવ્યો છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર શ્રી સંઘવીએ જ પોતાની સોશ્યલ મીડીયા પોસ્ટ પર જણાવ્યા મુબજ મુખ્યમંત્રી શ્રી 
ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જનસેવા માટે ય્જીઇ્‌ઝ્ર દ્વારા કુલ રૂ. ૨૬૦ કરોડના વિકાસ 
પ્રકલ્પો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે, જેના થકી રાજ્યના જાહેર પરિવહન ક્ષેત્રમાં નવીન સુવિધાઓનો ઉમેરો થશે.
નોધની છે કે, ખાતમુહર્ત  થનારા ૫ બસ સ્ટેશનોમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ બસ સ્ટેશનનો તથા માતાના મઢનો પણ સમાવેશ થતો હોવાને કારણે શહેર અને 
આસપાસના વિસ્તારોના મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે વધુ સુગમ અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે. આ સાથે નવા બસ સ્ટેશન અને વર્કશોપના ખાતમુહૂર્તથી આવનારા સમયમાં ય્જીઇ્‌ઝ્રની સેવાઓ વધુ મજબૂત બનશે. આવતીકાલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ગાંધીધામ તથા માતાનો મઢ મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ શ્રી હર્ષ સંઘવી,માનનીય નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય, શ્રી પ્રવિણભાઈ માળી માનનીય રા.ક. મંત્રી, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, વાહનવ્યવહારના વરહસ્તે કરવામાં આવશે. આ વેળાએ શ્રી ત્રિકમભાઈ છાંગા
માનનીય રા.ક. મંત્રી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ અન્ય મહાનુભાવોશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે.આ ઉપરાંત ભાજપ પ્રદેશ મહામંત્રી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, તથા શ્રી પ્રધુમનસિંહ જાડેજા(ધારાસભ્યશ્રી અબડાસા),શ્રી સુશિલ કુમાર સિંઘ માનનીય ચેરમન, દિનદયાલ પોર્ટ ઓથોરીટી ઉપસ્થિતીત રહેશ. વિભાગીય નિયામક કચ્છના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ આવતીકાલે સાંજે ચાર વાગ્યે યોજાનાર છે.

Comments

COMMENT / REPLY FROM